1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શાળા સંચાલકો RTE અંતર્ગત પ્રવેશ આપવાની ના પાડશે તો સરકાર કડક કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા […]

સરકારી ઇજનેરી કોલેજોના 270 અધ્યાપકો વતન નજીક બદલીઓ ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોતાના વતમાં કે વતન નજીક નોકરી કરવાનો મોહ હોય છે.  સરકારી નોકરી મેળવ્યા બાદ પણ કર્મચારીઓ પોતાના વતન નજીક બદલી માટેના પ્રયાસો કરતા હોય છે. જો કે સરકારે પણ માનવતાવાદી અભિગમ દાખવીને માગણી મુજબ સરકારી કર્મચારીને પોતાના વતન નજીક પોસ્ટિંગ આપતી હોય છે. એમાંયે ખાસ કરીને પ્રાથમિક શાળાને શિક્ષકો […]

ટેટ-2ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન, પેપર સહેલું લાગતા પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ જોવા મળ્યાં

અમદાવાદઃ રાજ્યમાં આજે શિક્ષક માટેની ટેટ-2 પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. પેપર સહેલું લાગતા મોટાભાગના પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર હસતા બહાર નીકળતા જોવા મળ્યા હતા. સેવા પસંદગી મંડળના સત્તાધિશોએ પણ શાંતિપૂર્ણ પરીક્ષા સંપન્ન થતાં રાહત અનુભવી હતી. રાજ્યમાં TET-2 પરીક્ષામાં 2.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં નોંધાયા હતા. ધોરણ 6થી 8ના વિવિધ વિષયોમાં શિક્ષક તરીકે […]

ધોરણ-10, 12ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ,પરીક્ષાર્થીઓનો ડેટા એન્ટ્રીની કામગીરીનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કેન્દ્રો પર ઉત્તરવહીઓનું મુલ્યાંકનનું કાર્ય શરૂ કરાયું હતું. જે કામગીરી હવે પૂર્ણ થઈ જતાં હવે ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે, જે પૂરી થતા આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જ જ્ઞાનસેતુની મંજુરી આપવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માગ

ગાંધીનગરઃ  ગુજરાતમાં જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટે શાળા સંચાલકો દ્વારા મથામણ ચાલી રહી છે. હાલ સરકારે જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટેની અરજીના સમયમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પણ જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી આપવાની માગ ઊઠી છે. ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા તથા ગ્રાન્ટેડ શાળાઓને સુસજ્જ બનાવવા માટે કેટલાક પ્રશ્નો બાબતે ગુજરાત […]

વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી પર મળેલા પ્લાઝ્મા તરંગના સ્વરૂપની વિશેષતાઓનું પરિક્ષણ કરાયું

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક આયન સાયક્લોટ્રોન (EMIC) તરંગોને ઓળખી લેવામાં આવ્યાં છે, જે પ્લાઝ્મા તરંગોનું સ્વરૂપ છે. આ તરંગો કિલર ઇલેક્ટ્રોન [પ્રકાશની ઝડપની નજીકના ઇલેક્ટ્રોનની ગતિ, જે પૃથ્વી ગ્રહના રેડિયેશન બેલ્ટની રચના કરે છે] ના અવક્ષેપમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે આપણી તકનીક/ઉપકરણોમાં અવકાશમાં જન્મેલા છે. આ અભ્યાસ નીચી ભ્રમણકક્ષામાં […]

ઈડર તાલુકાના મુટેડી ગામની સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાન ગૌરવ સમારંભ યોજાશે

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુટેડી ગામના લોકોએ છેલ્લા ઘણા વર્ષોથી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે સવિસેષ યોગદાન આપ્યું છે. ત્યારે આગામી. તા. 23મી એપ્રિલને રવિવારે અખાત્રિજના શુભદિને સંસ્કૃત પાઠશાળાના સ્થાપક અને વેદ તત્વ ચિંતક સ્વ. અનંતદેવ શુકલની યાદમાં વેદ સંસ્કૃત જ્ઞાન ગૈરવ સમારંભ તથા સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવ યોજાશે. આ પ્રસંગે આરએસએસના સર સંઘ ચાલક […]

અંગ્રેજી માધ્યમનો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની ખાનગી 12 સ્કૂલોને લાગશે તાળાં

અમદાવાદઃ ગુજરાતી માતૃભાષા પર દરેક ગુજરાતીને પ્રેમ હોવા છતાં બાળકોના ભવિષ્ય માટે દરેક વાલી પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું પસંદ કરતા હોય છે. કારણે કે અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બની ગઈ છે. મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી માટે કે વિદેશમાં ભણવા માટે અંગ્રેજી જરૂરી છે. તેના લીધે જ હવે મોટાભાગના વાલીઓમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો […]

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત  બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી  કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો […]

ગુજરાતમાં બિન અનામત આયોગે વિદેશ અભ્યાસ માટે 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની લોન આપી

ગાંધીનગરઃ ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલનને લીધે રાજ્ય સરકારે સવર્ણ સમાજના બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય સહિતના જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બિન આર્થિક અનામત આયોગની રચના કરી હતી. આ આયોગ દ્વારા આર્થિકરીતે નબળા વર્ગના લોકોના બાળકોને અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે. પોણા બે વર્ષમાં 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની વિદેશમાં ભણવા જવા માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code