1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ધો.10 અને 12ની માર્કશીટ ડીજીલોકર પર મુકવાનો નિર્ણય લેવાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી જેમાં બોર્ડના સભ્યોના આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા હતા. જેમાં મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ 147 કરોડ અને વર્ષ 2023-24નું રૂ.186 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ […]

અમદાવાદનું CA ફાઉન્ડેશનનું પરિણામ 37.90 ટકા, 3575 વિદ્યાર્થીઓમાંથી 1393 ઉતીર્ણ

અમદાવાદ:  કોમર્સ ફેકલ્ટીના દરેક વિદ્યાર્થીઓનું સીએ બનવાનું સ્વપ્નુ હોય છે. અને કોલેજના પ્રથમ વર્ષની સાથે જ વિદ્યાર્થીઓ સીએની તૈયારીમાં લાગી જતાં હોય છે. આજે સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું  હતું. ડિસેમ્બર 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશનું 29.25 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે અમદાવાદનું પરિણામ 37.90 ટકા આવ્યું છે. […]

GTUનો પદવીદાન, પ્રાચીન સંસ્કૃતિને ન ભૂલીને અર્વાચીન સંસ્કૃતિ અપનાવીએઃ રાજ્યપાલ

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 12મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો હતો. રાજ્યપાલ અને જીટીયુના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન થકી સમાજકલ્યાણ અને સમગ્ર દેશનાં વિકાસ કાર્યોમાં સહભાગી થઈને ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે કાર્યરત રહેશે. સ્થાપનાકાળથી […]

રાજકોટમાં ભાજપના નેતાની કોલેજમાંથી પેપર ફૂટ્યા હતા, સૌરાષ્ટ્ર યુનિ.એ નોંધાવી ફરિયાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર ફુટી જતાં હોબાળો મચ્યો હતો. તે સમયે યુનિ.દ્વારા તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. અને જવાબદારો સામે પગલાં લેવા વિદ્યાર્થીઓ આંદોલનો પણ કર્યા હતા. આખરે 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરીક્ષાના પેપર પૂર્વ સીએમના ભત્રીજા […]

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વાર્ષિક નિરીક્ષણ રિપોર્ટ મોકલવા તાકીદ

ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ દર વર્ષે વાર્ષિક અહેવાલ બોર્ડને મોકલવો પડતો હોય છે. અત્યાર સુધી શાળાઓ ફિઝિકલી એટલે કે લેખિતમાં અહેવાલ બોર્ડને મોકલતી હતી. પરંતુ હવે પછી તમામ સ્કૂલોને આ વાર્ષિક અહેવાલ ઓનલાઇન મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. વાર્ષિક અહેવાલ ઓનલાઇન કેવી રીતે મોકલવો તેના માર્ગદર્શન માટે સ્કૂલોના આચાર્યને માર્ગદર્શન પણ […]

ભારતમાં શિક્ષણ પ્રત્યે વધુ લોકો બન્યા જાગૃત – પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા 4 કરોડને પાર, મહિલાઓ પણ આગળ

ભારતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે હવે છેવાડાની મહિલાઓ પણ શિક્ષણને લઈને જાગૃત બની છે.મોટાભાગની મહિલાઓ હવે અભ્યાસ અર્થે પોતાના ગામ છોડીને શહેરોમાં પણ જઈ રહી છે જેને લઈને હવે ભારતક દેશ શિક્ષણની વાતમાં પણ આગળ ઘપી રહ્યો છે.ભારતમાં  4.14 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી બે કરોડથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ […]

નવસારી જિલ્લામાં 114 આંગણવાડીઓની હાલત જર્જરિત, ઠંડીમાં બાળકોને શેડમાં બેસાડવા પડે છે

નવસારીઃ ગુજરાતમાં અનેક વિસ્તારો એવા છે.કે, જ્યાં શાળાના પુરતા ઓરડા ન હોવાથી બાળકોને ખૂલ્લા મેદાનમાં બેસીને ભણવાની ફરજ પડી રહી છે.જેમાં  નવસારી જિલ્લાના નાના ભૂલકાઓને આજે પણ સુવિધાના અભાવમાં અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ છે. જિલ્લામાં એક બે નહીં પણ 114 આંગણવાડીઓ જર્જરિત છે, તો કેટલીક આંગણવાડીઓને તોડી પણ પડાઇ છે. આ આંગણવાડીઓ તોડી પડાતા […]

ગુજરાતમાં એન્જિનિરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલે લેવાશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 3જી, એપ્રિલ-2023, સોમવારના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા જિલ્લાકક્ષાની શાળાઓમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને […]

પરીક્ષા પે ચર્ચા 2023: ચિત્ર સ્પર્ધામાં અમદાવાદની સ્કૂલોના 100 બાળકોએ ભાગ લીધો

અમદાવાદઃ પરીક્ષા પે ચર્ચા 2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં અમદાવાદના શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાર્થીઓના 100 જેટલા બાળકોએ ભાગ લઈને જુદી-જુદી થીમ ઉપર ચિત્ર દોરયા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તે હેતુથી આ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એકઝામ વોરિયર્સની 25 થીમ ઉપર પેઇન્ટિંગ […]

રાજકોટમાં બોર્ડની પરીક્ષાનો ડર દુર કરવા સૌરાષ્ટ્ર યુનિના સાયકોલોજી વિભાગ દ્વારા કાઉન્સેલિંગ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં આગામી માર્ચ-એપ્રિલ દરમિયાન લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ લાગી ગયા છે. પરીક્ષાને આડે હવે અંદાજે 50 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને  ડર જોવા મળી રહ્યો છે, કેટલાક વાલીઓ પણ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાતો બોર્ડના વિદ્યાર્થીઓમાં રહેલો ડર, હતાશા, નિરાશા દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code