1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

GTUમાં નેશનલ સ્ટાર્ટઅપ દિનની ઊજવણી, ઈકો સિસ્ટમ પ્રણાલીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર, તાજેતરમાં જ 16 જાન્યુઆરીના રોજ જીટીયુ ખાતે નેશનલ સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , દેશની 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોએ 6 વર્ષની ઉંમર પૂર્ણ હશે તેને જ પ્રવેશ અપાશે. આ નિર્ણ સામે વાલીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. ત્યારે બાળકોના પ્રવેશ માટેની વય મર્યાદામાં સુધારો કરીને રાજ્ય સરકાર હવે આ નિયમમાં છૂટછાટ આપે એવી શક્યતા છે, ગયા ડિસેમ્બર મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું હતું […]

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુરૂવારથી એકમ કસોટીનો પ્રારંભ થશે

ગાંધીનગરઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો તારીખ 19મી, જાન્યુઆરી-2023થી  પ્રારંભ થશે. કસોટી માટે પ્રશ્નપત્રોને શાળાના આચાર્યોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તેની કોપી કઢાવીને વિદ્યાર્થીઓને આપવાના રહેશે. એકમ કસોટી બાદ શાળાઓમાં પ્રિલિમરી પરીક્ષા લેવાશે. એકમ કસોટી માટેના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા કાઢવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને […]

રાજકોટ જિલ્લામાં કડકડતી ઠંડીને લીધે સવારની પાળીમાં ચાલતી શાળાઓ સમયમાં ફેરફાર કરી શકે છે

રાજકોટઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાંઓ, વિદ્યાર્થીઓને થઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઇ શકે તે માટેની છૂટછાટ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શુક્રવારે પદવીદાન સમારોહ, 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરીને શુક્રવારના રોજ  યોજાનારા 57મા પદવીદાન સમારોહ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે.  પદવીદાન સમારોહમાં  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત […]

રાજ્યમાં પોણાચાર લાખ વિદ્યાર્થીઓને માર્ચના અંત સુધીમાં ટેબ્લેટ અપાશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોલેજોના વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા 1000માં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા ન હોવાથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા ટેબ્લેટ આપવાની માગ ઊઠી હતી. આખરે સરકારે 3.75 લાખ વિદ્યાર્થીઓને માર્ચના અંત સુધીમાં ટેબ્લેટ આપવાનો નિર્ણય લીધો છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, […]

બનાસકાંઠા :રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી ટ્યુશન-ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

  અમદાવાદઃ ગુજરાતમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ વાલીઓ પણ સંતાનો પાસેથી ઉંચા પરિણામની આશા રાખે છે. તેમજ સારા અભ્યાસ માટે સ્કૂલની સાથે ખાનગી ટ્યુશન-ક્લાસીસમાં બાળકોને ભણાવતા હોય છે.બીજી તરફ ટ્યુશન સંચાલકો વહેલી સવારે અથવા મોડી રાત સુધી બાળકોને અભ્યાસ કરવતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વહેલી સવારે અને મોડી રાતના ટ્યુશન-ક્લાસીસથી ઘરે […]

શાળાઓમાં ધો-1માં 7 વર્ષના બાળકને પ્રવેશ, પણ નાના ભૂલકાંઓને બાળવાટિકામાં પ્રવેશ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણનીતિનો નવા શૈક્ષણિક વર્ષથી અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણનીતિ મુજબ સાત વર્ષના બાળકને ધોરણ -1માં પ્રવેશ અપાશે. ઘણા બાળકો એવા છે કે, જેમને સાત વર્ષ પૂર્ણ થવામાં બે-ચાર મહિના બાકી રહે છે. આવા ઘણા બાળકોએ જુનિયર કેજી, સિનિયર કેજી પણ પૂર્ણ કરી લીધું છે. આવા બાળકોને 7માં વર્ષમાં પ્રવેશ ન કર્યો […]

મધ્યાહન ભોજન યોજનામાં પોષણ ખોરાકના દાવા છતાં બે મહિનાથી બાળકોને કઠોળ અપાતું નથી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મધ્યાહ્‌ન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોષણયુકત આહાર મળે તેટલા માટે શાળાઓમાં ભોજન આપવામાં આવે છે. આ ભોજનમાં કઠોળ પણ આપવામાં આવે છે, પણ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓને કઠોળ અપાતું નથી. મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને  છેલ્લા બે મહિનાથી તુવેરદાળ કે ચણા પૂરા પાડવામાં આવ્યા ન હોવાથી ખાલી વઘારેલો […]

અમદાવાદમાં ઓછું પરિણામ લાવતી 52 શાળાઓને દત્તક અપાઈ, પાડોશની સ્કુલો માર્ગદર્શન આપશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં ભણતા નબળા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ ભણાવવા માટે શિક્ષકોને સમયદાન આપવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હોય તેવી શાળાઓને અલગ તારવીને આવી શાળાઓને પાડોશની શાળાઓને દત્તક આપવામાં આવી છે. નબળી શાળાઓના વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપીને પરીક્ષાલક્ષી તૈયારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code