1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની […]

એ. રાજાના ‘રામ અમારા દુશ્મન’વાળા નિવેદન પર ભડક્યું ભાજપ, રવિશંકરે પુછયું- રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં?

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી લોકસભાના સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અપમાન કરવું વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એજન્ડા બની ચુક્યો છે. આ તે છે જેઓ 2જી ગોટાળામાં સંડોવાયેલા હતા. Shri @rsprasad addresses a press conference at BJP […]

મોદી ચાહે છે તમે જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાવ: રાહુલ ગાંધી

શાજાપુર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. મંગળવારે રાહુલ ગાંધીની યાત્રાનો કાફલો શાજાપુર પહોંચ્યો અને તે દરમિયાન તેમની સાથે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી હાજર હતા. શાજાપુરમાં થયેલી નુક્કડ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાહે […]

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

રાહુલ ગાંધીની યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસના 3 નેતાઓના કેસરિયા, મોઢવાડિયા, અંબરીશ ડેર, કંડોરિયા ભાજપમાં થયા સામેલ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને આડે હવે થોડાક દિવસો બાકી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, તેના પહેલા કોંગ્રેસને મોટા આંચકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને દ્વારકાથી કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. […]

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું 14 કે 15 માર્ચે થઈ શકે છે જાહેર, 7 તબક્કામાં થશે મતદાન

નવી દિલ્હી: ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીનું એલાન કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ થોડા દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરે […]

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code