1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

અખિલેશ યાદવની મુશ્કેલી વધી, ગેરકાયદે ખનન મામટે CBIએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, CrPCની કલમ 160 અંતર્ગત જાહેર નોટિસમાં અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સામે ગેરકાયદેસર ખોદકામ મામલે વર્ષ 2019માં FIR પણ નોંધાઈ હતી. CBIએ 21 ફેબ્રુઆરીએ આ સમન […]

લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રિય ચૂંટણી પંચ ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે. અહીં ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમક્ષી કરવા માટે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમ તમિલનાડુમાં પણ સમીક્ષા કરવા પહોંચી હતી. […]

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ આ પદ પર હતા. જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી તેમની નિવૃત્તિ પછી કાર્યકારી લોકપાલ હતા. જસ્ટિસ ખાનવિલકર મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરે […]

હિમાચલમાં કોંગ્રેસને ભૂલાય નહીં તેવું દર્દ, કોણ છે એ મ્હોરું જેને ભાજપે બનાવ્યા પ્રદેશના ચાણક્ય?

શિમલા: 2022ના અંતમાં હિમાચલ પ્રદેશ વિધાનસભામાં જીત બાદ કોંગ્રેસને મળેલી સત્તા પર હવે સંકટના વાદળો છવાય ગયા છે. રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને મળેલી કારમી હાર બાદ હવે સુક્ખવિન્દરસિંહ સક્ખૂની સરકારના પડવાનું લગભગ નક્કી થઈ ચુક્યું છે. 40ના મુકાબલે 25 વોટના ભારે અંતર છતાં ભાજપે કોંગ્રેસને મ્હાત આપી છે. તે પાર્ટીના રણનીતિકારો માટે […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ દેશ પર સૌથી વધુ સમય શાસન કરનારી અને હાલમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો 1952થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં દેખાવ જોઈએ, તો તેના વળતાપાણીનો અંદાજ પણ આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી 1952થી 1971 સુધીની લોકસભા ચૂંટણીઓ ખુબ આસાનીથી જીતી હતી. જો કે કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં જનતા મોરચાની સામે કોંગ્રેસને હાર ખાવી […]

LOKSABHA ELECTION: શું મુસ્લિમ લીગના કારણે રાહુલ ગાંધી વાયનાડને કહી રહ્યા છે બાય-બાય?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. પરંતુ સંભાવના છે કે તેઓ આ વખતે કેરળના સ્થાને દક્ષિણ ભારતના કોઈ એક રાજ્ય તેલંગાણા અથવા કર્ણાટકથી એક બેઠક પર ચૂંટણી લડે અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની હોઈ શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો છે અને તેથી આ બંને રાજ્યોમાંથી કોઈ […]

Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

નવી દિલ્હી: સમયની સાથે જ ચૂંટણી પર સતત ખર્ચ વધી રહ્યો છે. આજના સમયમાં ચૂંટણી પંચ માટે તટસ્થ અને સુચારુપણે ચૂંટણી કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. દેશમાં પહેલી લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી વોટ કરનારાઓથી લઈને વોટિંગની પદ્ધતિ સુધી ઘણાં મોટા ફેરફાર થયા છે. પહેલા બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો, હવે ઈવીએમ અને વીવીપેટનો વપરાશ થઈ […]

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code