1. Home
  2. ગુજરાતી
  3. Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત
Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો પ્રયાસ કરી રહ્યું છે અને તેના માટે તે દરેક શક્ય તકનીક અપનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીની નજર કોંગ્રેસના સૌથી વધુ બેઠક જીતવાના રેકોર્ડ પર છે. બાજપ આ માર્કને પાર કરીને ભારતીય લોકસાહીના ઈતિહાસની સૌથી મોટી જીત મેળવવાની કોશિશ કરી રહ્યું છે. મોદી સરકાર અને ભાજપ બંને આના સંકેત આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 370 બેઠકો અને એનડીએ માટે 400થી વધુ બેઠકોનું લક્ષ્ય પૂર્ણ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. તેની સાથે તેમણે મંત્રીઓના વિભાગોને નિર્દેશ આપ્યા છે કે તેઓ આગામી સરકારના 100 દિવસના રોડમેપને તૈયાર કરે. ભાજપ પાસે હાલ 303 બેઠકો છે અને પોતાના ટાર્ગેટને પૂર્ણ કરવામાં તેને 67 બેઠકોની જરૂર છે. તેના કારણે પહેલા જ ભાજપ 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં હારેલી બેઠકો માટે વધુ જોર લગાવવાનો પ્લાન તૈયાર કરી ચુક્યું છે.

આ સિવાય ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના નાનામોટા પક્ષોને જોડી રહ્યું છે. પાર્ટીના નેતાઓએ કહ્યુ છે કે આંધ્રપ્રદેશમાં ટીડીપી અને જનસેના પાર્ટી તથા યુપીમાં રાષ્ટ્રીય લોકદળ સાથે સીટ શેયરિંગ લગભગ નક્કી થઈ ચુક્યું છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધન દ્વારા પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાની પહોંચ બનાવવાની કોશિશ કરી રહી છે. કિસાન આંદોલનને કારણે પહેલા અકાલીદળ ભાજપથી અલગ થયું હતું. પરંતુ હવે અકાલી દળની સાથે લોકસભા ચૂંટણી પહેલા બેકચેનલ વાતચીત ચાલી રહી છે.

ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ-

ભાજપની નજર 1984ના આંકડા પર છે. પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસને સહાનુભૂતિમાં 46.86 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના હિસ્સામાં 414 બેઠકો આવી હતી. આ લોકસભાની ચૂંટણીની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભાજપ જાણે છે કે તેણે પોતાની જીતના માર્જિનને વધારવાનું છે, તો પછી તેને દરેક રાજ્યમાં પોતાના વોટશેયરને વધારવાની જરૂરત હશે.

ભારતરત્નનો માસ્ટર સ્ટ્રોક –

તાજેતરમાં મોદી સરકારે પૂર્વ પીએમ પીવી નરસિમ્હારાવ, ચૌધરી ચરણસિંહ, એમએસ સ્વામીનાથન અને કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા કરી હતી. તેને એક માસ્ટરસ્ટ્રોક પણ માનવામાં આવ્યો હતો. તેનાથી ભાજપના વોટની ટકાવારીમાં પણ વધારો થયો. જો કે બાજપના વિરોધી તેમના પર એ આરોપ લગાવતા રહ્યા છે કે પાર્ટી પોતી વોટબેંક વધારવા માટે હતાશ થઈ ગયું છે અને માટે તે વિફક્ષી નેતાઓ સુધી ભારતરત્ન આપવાનો ખેલ ખેલી ચુક્યું છે.

ક્યાંથી વૃદ્ધિનો અવકાશ?

પીએમ મોદીએ મોટી જીતના આંકડા આપ્યા છે. પરંતુ ભાજપના જ ઘણાં વરિષ્ઠ નેતા એ સ્વીકારી રહ્યા છે કે તે ટાર્ગેટ બેહદ મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે પાર્ટી પહેલા જ હિંદી બેલ્ટ અને અન્ય પરંપરાગત ગઢોમાં પોતાની બઢત પ્રાપ્ત કરી ચુકી છે. 2019ની લોકસભા ચૂંટણીઓની વાત કરીએ, તો ભાજપને રાજસ્થાન, રિયાણા અને ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મલી હતી. તેના સિવાય મધ્યપ્રદેશની છિંદવાડા બેઠકને બાદ કરતા રાજ્યની તમામ લોકસભા બેઠકો પર જીત મળી હતી. યુપીમાં ભાજપને 80માંથી 62 બેઠકો પ્રાપ્ત થઈ હતી. માનવામાં આવે છે કે ભાજપ અહીં રામમંદિરની લહેરમાં પોતાનો 2014ની લોકસભા ચૂંટણીનો 71 બેઠકોનો ટાર્ગેટ પણ પાર કરી શકે છે.

કર્ણાટકથી ભાજપે 29માંથી 28 બેઠકો જીતી હતી. 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ પણ ભાજપને આશા છે કે તે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ભાજપે તેના માટે  આ વખતે ભાજપે જેડીએસ સાથે ગઠબંધન પણ કરી લીધું છે. આ સિવાય ભાજપનો દાવો છે કે આ વખતે તે ઓડિશા અને તેલંગણામાં વધુ સમર્થન પ્રાપ્ત કરી શકશે. જો કે તેની જૂની કોશિશો વધુ સફળ થઈ નથી. ભાજપને આશા છે કે જે પશ્ચિમ બંગાળમાં તેને 2019માં 42માંથી 18 બેઠકો મળી હતી. તે બંઘાળમાં  આ વખતે તેનો ગ્રાફ વધી શકે છે.

ભાજપના કાર્યકર્તાઓને આપ્યો છે સ્પષ્ટ સંકેત

ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્ય, જિલ્લા, બ્લોક અને બૂથ સ્તર પર બેઠકો કરે અને વધુમાં વધુ વોટ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. અહેવાલ એ પણ છે કે ભાજપ પોતાના હિંદુત્વના એજન્ડાઓને ધાર આપવાની કોશિશ પણ કરી શકે છે. તેનાથી તેને હિંદી બેલ્ટ પર વધુ ફાયદો થઈ શકે. જ્યારે અન્ય રાજ્યો માટે તેની નિર્ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની લોકપ્રિયતા પર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code