1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

માયાવતીને ભાજપ આપશે ફટકો, બીએસપીના વધુ ત્રણ સાંસદોની ભાજપમાં જવાની તૈયારી

લખનૌ: માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલાહાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની છે. પરંતુ બીએસીના નેતાઓ આનાથી સંમત દેખાય રહી નથી. તેના કારણે પાર્ટીમાં નાસભાગની સ્થિતિ પેદા થઈ ચુકી છે. પાર્ટીના સાંસદ રિતેશ પાંડેયે શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમને યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ભાજપના પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્રસિંહ અને યુપીના ભાજપ પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં […]

LOKSABHA ELECTION 2024: વારાણસીથી વડાપ્રધાન મોદી મેળવશે સતત ત્રીજી મોટી જીત, જાણો બેઠકનું સમીકરણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની લઈને રાજકીય પારા વચ્ચે  વારાણસી બેઠકની વાત કરીએ, તો આ બેઠક પરથી 2014 અને 2019 એમ બે વખતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતી રહ્યા છે. તો 2024માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડવાના હોવાનું માનવામાં આવે છે. ત્યારે વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે […]

લોકસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત થવા છતાં મોદી મેજિક જેવું કંઈ નહીં હોય: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી: ભાજપના નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી ઘણી એવી એવી વાતો કહે છે કે જે તેમની પાર્ટી સહીતના લોકોને સીધી દિલ પર લાગી જાય છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને પણ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે હિંદુ ગૌરવ વધવાથી આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને મોટી જીત પ્રાપ્ત થવાની સંભાવના છે. […]

AI અને ડીપફેકથી લોકસભાની ચૂંટણીને અસર ના પડે તે દિશામાં શરૂ કરાઈ કામગીરી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ડિજિટલ વર્લ્ડમાં ઘણા પડકારો ઉભા કરી રહ્યું છે. સચિન તેંડુલકર અને રતન ટાટા જેવા દિગ્ગજોથી લઈને બોલિવૂડ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ શિકાર બની છે. હવે એવી આશંકા જતાય છે કે, ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને AI અને deepfakes દ્વારા પ્રભાવિત કરી શકાય છે. આવા માં, મોટી ટેક કંપનીઓએ ચૂંટણીમાં તેમના […]

ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 1980માં એના સ્થાપનાના વર્ષથી ખૂબ ઝડપથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ભાજપે પહેલી વખત 1996માં 13 દિવસની સરકાર બનાવી હતી અને તેના પછી 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ ચાલનારી ગઠબંધન સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ ત્રણેય વખત એનડીએની સરકારોનું નેતૃત્વ કર્યું હતું. 2014 અને 2019માં ભાજપની […]

Lok Sabha Election: ભાજપનો અભેદ્ય કિલ્લો છે બૈતૂલ બેઠક, 1996થી અત્યાર સુધી કોંગ્રેસ નથી પાડી શકી ગાબડું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને પક્ષ-વિપક્ષ એકબીજાની નીતિઓની ટીકા કરવાને લઈને તેમના પ્લાન જનતાની વચ્ચે લઈ જઈ રહ્યા છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થવામાં હવે માત્ર કેટલાક દિવસોનો સમય બાકી છે અને આ વખતે પણ મધ્યપ્રદેશની એક-એક બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની સાબિત થવાની છે. તેમાંથી એક બેઠક બૈતૂલની […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code