1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ઘણા યુરોપિયન દેશોમાં નિમસુલાઇડ દવાઓ પર પહેલાથી પ્રતિબંધ

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: Ban on nimesulide drugs કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાણીતી પેન કિલર દવા ‘નાઇમસુલાઇડ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 100 મિલિગ્રામથી વધુ ધરાવતી નાઇમસુલાઇડ ગોળીઓ પર લાગુ પડે છે. સરકારે સ્વાસ્થ્ય જોખમોનો ઉલ્લેખ કરીને આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. ઘણા યુરોપિયન દેશોમાં નિમસુલાઇડ ગોળીઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આરોગ્ય મંત્રાલયે ડ્રગ […]

માઇક્રોપ્લાસ્ટિક હાર્ટ એટેકનું કારણ બની શકે છે: પુરુષોને જોખમ વધારે

કેલિફોર્નિયા, 31 ડિસેમ્બર 2025 : પ્લાસ્ટિક આધુનિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગયું છે, પરંતુ હવે તેના અતિ સૂક્ષ્મ કણો એટલે કે ‘માઇક્રોપ્લાસ્ટિક’ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માઇક્રોપ્લાસ્ટિક ધમનીઓમાં સોજો લાવે છે અને પ્લેક (કચરો) […]

દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ ઉપર પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025ઃ દર્દ અને તાવ માટે વપરાતી દવા નિમસુલાઇડ અંગે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 100 મિલિગ્રામથી વધુ માત્રામાં લેવાતી તમામ મૌખિક નિમસુલાઇડ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ […]

ફળો છે કુદરતી ઔષધિનું ભાથું: દવાના બદલે ડાયેટમાં સામેલ કરો આ ફળો

આજના દોડધામભર્યા જીવનમાં લોકો નાની-મોટી બીમારીઓ માટે દવાઓ પર નિર્ભર રહેતા થયા છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો અને આપણા વડવાઓના મતે કુદરતી ફળો કોઈ પણ દવા કરતા ઓછા નથી. ફળો માત્ર સ્વાદ જ નથી આપતા, પરંતુ શરીરમાં વિટામિન, મિનરલ્સ અને એનર્જીનો ખજાનો ભરે છે. સલાડ કે સ્મૂધી તરીકે ફળોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો […]

ડેન્ડ્રફની સમસ્યાથી છો પરેશાન? અપનાવો આ 4 ઘરગથ્થુ ઉપચાર

શિયાળાની ગુલાબી ઠંડી પોતાની સાથે અનેક સૌંદર્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. જેમાં સ્કેલ્પમાં થતો ખોડો એટલે કે ડેન્ડ્રફ સૌથી સામાન્ય અને કંટાળાજનક સમસ્યા છે. માથામાં સતત ખંજવાળ આવવી, વાળ ખરવા અને ખભા પર જામી જતા સફેદ કણોને કારણે ઘણીવાર જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. જો તમે પણ મોંઘા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ વાપરીને થાકી ગયા […]

ખાલી ખુરશી અને ભવિષ્યનો દીવો: એક જવાબદાર પિતાની અંતિમ ભેટ

There is no certainty in life, but there is certainty in insurance સાંજનો સમય હતો. આકાશમાં આછો અંધકાર ઉતરી રહ્યો હતો. અમદાવાદના એક મધ્યમવર્ગીય ફ્લેટની બાલ્કનીમાં બેસીને ત્રીસ વર્ષનો આકાશ પોતાની પાંચ વર્ષની દીકરી પરીને રમતી જોઈ રહ્યો હતો. તેની પત્ની મીરા રસોડામાંથી ચા લઈને આવી. આકાશના ચહેરા પર એક અનોખી શાંતિ હતી, પણ આંખોમાં […]

મેલેરિયા મુક્તિના આરે ભારત: 10 વર્ષમાં કેસોમાં 85 ટકાનો ઘટાડો

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025 : ભારત ફરી એકવાર મેલેરિયા જેવી જીવલેણ બીમારીને જડમૂળથી ઉખેડી ફેંકવાની ઉંબરે આવીને ઊભું છે. 1960ના દાયકામાં ભારતે મેલેરિયાને લગભગ સમાપ્ત કરી દીધો હતો, પરંતુ 70ના દાયકામાં તે ફરી વકર્યો હતો. જોકે, આઈસીએમઆર–નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ (NIMR)ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં મેલેરિયાના કેસોમાં 80 થી 85 ટકાનો […]

વિટામિન C માત્ર પોષક તત્વ નહીં, શરીરનો સુપરહિરો

Human body આપણા શરીરમાં વિટામિન C (એસ્કોર્બિક એસિડ) ની ભૂમિકા માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક કોષ માટે એક ‘સુપરહીરો’ સમાન છે. મોટાભાગના લોકો તેને સામાન્ય વિટામિન ગણે છે, પરંતુ તેની ગંભીર ઉણપથી પેઢામાંથી લોહી નીકળવું, જૂના રૂઝાયેલા ઘા ફરી ખુલી જવા અને દાંત પડી જવા જેવી ભયાનક સમસ્યાઓ સર્જાઈ શકે […]

મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ

અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાથે વિશેષ મુલાકાત (અલકેશ પટેલ) ગાંધીનગર, 24 ડિસેમ્બર, 2025: organ donation activity “મોટી મોટી હોસ્પિટલો અને તેમાંય સરકારી હોસ્પિટલો પણ દર્દી જો બ્રેઈનડેડ હોય તો તેનું ડિક્લેરેશન કરતી નથી અને પરિણામે ઓર્ગન ડોનેશનની દિશામાં થવી જોઈએ એવી કામગીરી થતી નથી,” તેમ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું છે. અટલ બિહારી […]

દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code