1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

અમદાવાદ, ૪ નવેમ્બર ૨૦૨૫: એક સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે. તદૃનુસાર નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે  EBITDA 27% વધી રુ.5,550 કરોડ રહ્યો છે. જ્યારે અર્ધ વાર્ષિકગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 20% વધીને […]

2047માં વિકસિત ભારત માટે સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરો: ઉપરાષ્ટ્રપતિ

બેંગ્લોરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે તિરુવનંતપુરમમાં પ્રતિષ્ઠિત શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ની મુલાકાત લીધી. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, SCTIMST, સંકલિત તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને અદ્યતન આરોગ્ય સંભાળમાં તેના અગ્રણી યોગદાન માટે પ્રખ્યાત છે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, તિરુવનંતપુરમમાં અચ્યુથા […]

હવે પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ અમિત શાહ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં […]

ભોજન પછી એલચી ચાવવાના અદભૂત ફાયદા: ફક્ત મોઢાની તાજગી નહીં, સ્વાસ્થ્ય માટે પણ અમૂલ્ય

ભારતમાં ભોજન પછી કંઈક મીઠું અથવા માઉથ ફ્રેશનર ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. મોટાભાગના ભારતીય ઘરોમાં ભોજન પછી વરિયાળી, ખાંડ અથવા એલચી ખાવાની રીત સામાન્ય છે. તેનો હેતુ ફક્ત સ્વાદ વધારવાનો જ નહીં, પરંતુ પાચન સુધારવાનો પણ હોય છે. એલચી તેના શાહી સ્વાદ, સુગંધ અને ઔષધીય ગુણધર્મોને કારણે “મસાલાની રાણી” તરીકે ઓળખાય છે. એલચીનો […]

વિજેતા ભારતીય મહિલા ટીમને સુરતના વેપારી અને સાંસદ જ્વેલરી તથા સોલર પેનલ્સ ભેટ આપશે

સુરતઃ એક દિવસીય ક્રિકેટમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ટીમને વિજય બાદ ભેટ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ તેમજ સાંસદ ગોવિંદ ધોળકિયાએ વિજયી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા દરેક ખેલાડીને નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટરૂપે આપવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ […]

સવારે વહેલા ઉઠવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરવાની સાથે આત્મવિશ્વાસ વધે છે

સૂર્યોદય પહેલાં ઉઠવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આ આદત ઘણી સમસ્યાઓ હલ કરી શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે સવારે વહેલા ઉઠવાના ફાયદા તાજી હવાથી લઈને માનસિક શાંતિ સુધી અસંખ્ય છે. આયુષ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, “સૂર્યોદય પહેલાં ઉઠીને અવિશ્વસનીય […]

શેરબજારઃ ત્રણ મહિનાના સતત ઉપાડ પછી વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં મજબૂત વાપસી કરી

મુંબઈઃ વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં પાછા ફર્યા હોવાનું સામે આવ્યું છે. ત્રણ મહિનાના સતત ઉપાડ પછી વિદેશી રોકાણકારોએ ઓક્ટોબરમાં મજબૂત વાપસી કરી છે. જેમાં રૂ. 14,610 કરોડના રોકાણ સાથે ભારતીય બજારમાં ચોખ્ખા ખરીદદારો બન્યા છે. મજબૂત કોર્પોરેટ કમાણી, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને યુએસ-ભારત વેપાર વાટાઘાટો ટૂંક સમયમાં આગળ વધવાની શક્યતા અંગે વધતા આશાવાદને […]

પહેલી મેડ-ઇન-ઇન્ડિયા 28-90 nm ચિપ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા

ગાંધીનગરઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પાયલોટ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આઇટી મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મળીને ગુજરાતમાં વિકસિત થઈ રહેલા ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, વૈષ્ણવે કહ્યું કે, […]

સવારની શરૂઆત કરો આમળા-હળદરના પાણીથી: શરીર બનશે એનર્જીથી ભરપૂર

આ ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ સવારના સમયે ખૂબ જ વ્યસ્ત રહે છે. કામકાજના તણાવ વચ્ચે શરીર અને મનને તાજગી આપવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આયુર્વેદ કહે છે કે દિવસની શરૂઆત જો યોગ્ય રીતે કરવામાં આવે તો આખો દિવસ ઉર્જાસભર અને સકારાત્મક બની શકે છે. શિયાળો નજીક આવી રહ્યો છે અને આ ઋતુમાં આમળાનું સેવન […]

ઠંડીની ઋતુમાં સાંજે ચા સાથે ટ્રાય કરો ટેસ્ટી પનીર વેજ કટલેસ, જાણો રેસીપી

ઠંડીની મોસમમાં સાંજના સમયે ગરમા-ગરમ અને સ્વાદિષ્ટ નાસ્તો ખાવાનો મન સૌને થાય છે. ચાની ચુસ્કી સાથે જો કંઈક ક્રિસ્પી અને ટેસ્ટી મળી જાય, તો મજા બમણી થઈ જાય છે. આવા સમયમાં જો તમે તમારી સાંજને ખાસ બનાવવા માંગતા હોય, તો પનીર વેજ કટલેટ એકદમ પરફેક્ટ વિકલ્પ છે. પનીર, બટાકા અને તાજી શાકભાજીથી બનેલી આ કટલેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code