1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકારની બજેટ રણનીતિનો મુખ્ય સ્તંભ ‘રોકાણ’ છે, જેથી આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજેટમાં એવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. સોનાના ભાવમાં જોવા મળતા મોટા ઉતાર-ચઢાવ અંગે […]

પાકિસ્તાનના ઈનકાર છતાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે: ICC પ્રોટોકોલનું કરશે પાલન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાને ભારત સામે રમવાનો બહિષ્કાર જાહેર કર્યો હોવા છતાં, ભારતીય ક્રિકેટ ટીમ પોતાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. અહેવાલ મુજબ, ભારતીય ટીમ ICC ના તમામ પ્રોટોકોલનું પાલન કરશે અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય […]

ઈઝરાયેલે હિઝબુલ્લાહના એન્જિનિયરિંગ ચીફ અલી દાઉદ અમિચને ઠાર માર્યો

તેલ અવીવ, 2 ફેબ્રુઆરી 2026: ઈઝરાયેલી સંરક્ષણ દળોએ (IDF) એક મોટી સફળતા મેળવતા લેબનાનના આતંકી સંગઠન હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર અલી દાઉદ અમિચને ઠાર માર્યો છે. અલી દાઉદ હિઝબુલ્લાહના એન્જિનિયરિંગ વિભાગમાં બ્રાન્ચ હેડ તરીકે કાર્યરત હતો અને ઈઝરાયેલ વિરુદ્ધ આતંકી કાવતરાં ઘડવામાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે. IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં […]

ઠંડીમાં માણો ગરમાગરમ કોબી-વટાણાના સૂપની મજા, જાણો રેસીપી

શિયાળાની ઠંડીમાં સાંજના સમયે જો ગરમાગરમ અને પૌષ્ટિક સૂપ મળી જાય તો મજા પડી જાય છે. ગૃહિણીઓ માટે રસોઈમાં કંઈક નવું અને હેલ્ધી બનાવવા માટે ‘કોબી-વટાણાનો સૂપ’ એક ઉત્તમ વિકલ્પ છે. ઓછી મહેનત અને ઘરમાં રહેલી સાદી સામગ્રીથી બનતો આ સૂપ સ્વાદમાં પણ લાજવાબ હોય છે. આજે આપણે જાણીએ આ સૂપ બનાવવાની રેસીપી… સામગ્રીઃ એક […]

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ AMCનો અભિગમ

અમદાવાદ 2, ફેબ્રુઆરી 2026 : Commonwealth Games 2030 ભારતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે હવા પ્રદૂષણ એક મહત્વપૂર્ણ શહેરી પડકાર બની રહ્યો છે. આવા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એર ક્વોલિટી મેનેજમેન્ટમાં સુનિયોજિત, ડેટા આધારિત અને અમલકેન્દ્રિત અભિગમ અપનાવીને એક સકારાત્મક અને મજબૂત મોડલ રજૂ કર્યું છે. શહેરના વિકાસ સાથે સ્વચ્છ […]

બાંગ્લાદેશઃ શેખ હસીનાને પૂર્બાચલ પ્લોટ કૌભાંડમાં 10 વર્ષની કેદ ફરમાવાઈ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશની એક વિશેષ અદાલતે પૂર્બાચલ પ્લોટ કૌભાંડના બે કેસોમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેમની ભત્રીજી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઢાકાની વિશેષ ન્યાયાધીશ અદાલત-4 ના જજ મોહમ્મદ રબીઉલ આલમે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે […]

પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે. […]

કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: 4.8ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં સોમવારે વહેલી સવારે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાશ્મીર ખીણના બડગામ જિલ્લામાં હોવાથી તેની અસર દૂર-દૂર સુધી અનુભવાઈ હતી અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ જણાવ્યું […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા […]

ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભના માત્ર 6 દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન સરકારના આદેશને પગલે લેવાયેલા આ નિર્ણયને કારણે માત્ર ખેલ જગત જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ ભૂકંપ આવ્યો છે. જો આ મેચ નહીં રમાય, તો આંતરરાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code