1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને આપ્યા હથિયાર

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનને ચીન તરફથી 100 થી વધુ PL-15 લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઇલો (VLRAAM) મળી છે, જે એક સંદેશ છે કે આ તણાવ ગમે ત્યારે મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. આ મિસાઇલોની મહત્તમ રેન્જ 200 કિલોમીટર હોવાનું કહેવાય છે. જે અગાઉના PL-12 કરતા ઘણું વધારે છે, […]

દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લોસ્ટ, 3ના મોત

લખનૌઃ દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર ઘણા લોકો હાજર હતા, આ દૂર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં રાહુલ રામકુમાર (ઉ.વ. 24), વિશાલ સંદીપકુમાર (ઉ.વ. 25) અને વિકાસ રાજબલનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનાને પગલે રોષે ભરાયેલા […]

પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય

કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર, પહેલગામમાં […]

આઈપીએલમાં કેએલ રાહુલે વોર્નરનો આ રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 5,000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જેમાં તેણે 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બાબતમાં, તેણે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે, વોર્નરએ 135 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા, જ્યારે રાહુલે 130 ઇનિંગ્સમાં […]

કોઈ મુસીબતના કારણે માર્ગમાંથી હટી જાય જ્યારે કોઈ મુસીબતનો મુકાબલો કરીને કંઈક બની જાય

(પુલક ત્રિવેદી) બનારસમા ફેકટરીઓના ઘોંઘાટવાળા વિસ્તારમાં ધનાઢ્યોની કોલોની પાસે એક સાંકડી ગલીમાં નાનકડી ભાડાની ખોલીમાં રહેતા પરિવારના હોનહાર છોકરાની આ વાત છે. છઠ્ઠા સાતમામાં ભણતો આ છોકરો એક દિવસ રમતા રમતા એના મિત્ર સાથે તેના બંગલામાં પહોંચી ગયો. મિત્રના પિતાજી આ બાળકને જોઈને એની ઉપર ગુસ્સે થઈ ગયા, ધમકાવીને એમણે આ છોકરાને કહ્યું, ‘તારા જેવા […]

ભારતમાં ઔદ્યોગિક અને વેરહાઉસિંગની માંગમાં 15 ટકાનો વધારો

ભારતના ટોચના 8 શહેરોમાં ઔદ્યોગિક અને વેરહાઉસિંગની માંગ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં 9 મિલિયન ચોરસ ફૂટ પર મજબૂત રહી, જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બુધવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર અને ચેન્નાઈ માંગમાં આગળ રહ્યા, જે પ્રથમ ક્વાર્ટરમાં કુલ લીઝિંગના લગભગ 57 ટકા હિસ્સો ધરાવે છે. કોલિયર્સના એક […]

ઉત્તરપ્રદેશમાં ચોખાની મિલમાં ધુમાડાને પગલે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમજીવીના મોત

બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચોખાની મિલમાં ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી શુક્રવારે સવારે પાંચ કામદારોના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને લગઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું હતું કે […]

પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત, લાંબા ગાળાના વિઝા ચાલુ રહેશે

નવી દિલ્હીઃ પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાના ભારત સરકારના નિર્ણય વચ્ચે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા (LTV) પર લાગુ થશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા એટલે કે, LTV વિઝા […]

શેર બજાર: શરૂઆતના ફાયદા પછી સ્થાનિક શેર બજારોમાં ઘટાડો

મુંબઈ : શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો, જેમાં વિદેશી મૂડીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો અને વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી, પરંતુ ટૂંક સમયમાં બજારો ફરીથી નુકસાન સાથે બંધ થઈ ગયા હતા. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 329.23 પોઈન્ટ વધીને 80,130.66 પર પહોંચ્યો જ્યારે NSE નિફ્ટી 118.75 પોઈન્ટ વધીને 24,365.45 પર […]

અમારી સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને આતંકવાદીઓનો નાશ કરશે: CM યોગી

લખનૌઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ બોળીઓ વરસાવતા ઉત્તર પ્રદેશના શુભમ દ્વિવેદીનું મૃત્યુ થયું હતું. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વિવેદીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને આતંકવાદીઓનો નાશ કરશે. પત્રકારો સાથે વાત કરતા સીએમ યોગીએ કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના શુભમ દ્વિવેદીના લગ્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code