1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિ.ના પ્રથમ વખતના યુવા મતદારોએ અનોખી શોભાયાત્રા યોજી

અમદાવાદઃ આજે ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા ચૂંટણીને લગતા ગ્રંથોને લઈ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત, ગ્રંથ પ્રદર્શન પણ યોજાયું હતું. યુવા મતદારોએ આ પ્રકારના અનોખા કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો. ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ‘મતદાન જાગૃતિ’ અંગે યોજાયેલ ચૂંટણીને લગતા ગ્રંથોની […]

લોકસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ 27મી એપ્રિલથી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ધીમે ધીમે તેજ બની રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં છે. દરમિયાન આગામી 27મી એપ્રિલથી 3 મે સુધી રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ખેડબ્રહ્માઃ આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે મહામેળો પણ ભરાયો છે. માતાજી આજે કમળની સવારી પર બિરાજમાન થયા હતા. ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

આ વર્ષે આ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. […]

IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેસ્ટમેન વિરાટ કોહલીએ કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં એમ્પાયર સાથે ઉગ્રચર્ચા કરવી ભારે પાડી છે. કોહલીને આઈપીએલની આચારસંહિતા મામલાના ઉલ્લંઘન કરવા મુદ્દે મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો છે. કેકેઆરએ રવિવારે ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આરસીબીનો એક રચનથી પરાજ્ય થયો હતો. આરસીબી આઈપીએલ 2024ની સીઝનમાં આઠમી મેચમાં સાતમી […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code