1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

અગ્રણી શિક્ષણવિદ ઈલાબેન ગોહેલનું “ઇન્સ્પાયરિંગ એજ્યુકેશન હીરો” એવોર્ડથી સમ્માન

અમદાવાદઃ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (Trim Media Pvt. Ltd)ના ડિરેક્ટર અને શૈક્ષણિક સંસ્થા NIMCJ ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રીમતી ઈલાબેન ગોહેલનું ઈજીએન ઈન્ડિયા દ્વારા ‘ઈન્સાયરિંગ એજ્યુકેશન હીરો’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઈજીએન ઈન્ડિયા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ટીચર્સ અને મેનેજમેન્ટના લોકોને તેમના કામ બદલ ઈન્સ્પાયરિંગ એજ્યુકેશન એવોર્ડથી સંમાનિત કરવામાં આવે છે. […]

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન […]

T20 વિશ્વકપને લઈને વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની પાકિસ્તાનથી મળી ધમકી

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ક્રિકેટ વેસ્ટઈન્ડિઝને જૂન મહિનામાં ટી20 વિશ્વકપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં હાજર આઈએસની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાંચ એટલે કે આઈએસ-ખોરાસાન તરફથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરિબયન દેશોને નિશાન બનાવવાની ધમકી […]

ભારતીય હર્બલ પ્રોડક્ટ-મસાલાઓમાં જંતુનાશક દવાઓ હોવાનો દાવો કરતા અહેવાલો ખોટા : FSSAI

નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરના મીડિયા અહેવાલોને સ્પષ્ટપણે રદિયો આપ્યો છે. જેમાં ભારતીય હર્બલ પ્રોડક્ટા અને મસાલાઓમાં ઉચ્ચ જંતુનાશક અવશેષોનો આક્ષેપ કરવામાં આવ્યો છે, આવા દાવાઓને “ખોટા અને દૂષિત” તરીકે લેબલ કરવામાં આવ્યા છે. એક અખબારી યાદીમાં, ખાદ્ય સુરક્ષા નિયમનકારે સ્પષ્ટ કર્યું કે ભારત જંતુનાશકો માટે મહત્તમ અવશેષ મર્યાદાઓ […]

અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ અમદાવાદની આઠેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતી. દિલ્હી-એનસીઆરની લગભગ 100થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી મળી હતી. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મતદાન પૂર્વે આઠેક સ્કૂલોને ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર વધારે […]

વિદેશી પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોનું ભારતીય શેરબજારમાં મોટા પાયે રોકાણ

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદારો તરીકેની તેમની ભૂમિકા ફરી શરૂ કરી છે, જે એપ્રિલમાં તેમની વેચાણની ગતિથી બદલાવ દર્શાવે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 3 મે સુધી ભારતમાં રૂ. 1,156 કરોડની ઇક્વિટી ખરીદી હતી.   એપ્રિલમાં, FPIs ભારતીય શેરોમાં ચોખ્ખા વેચાણકર્તા […]

વધુમાં વધુ વોટિંગ માટેના પ્રયાસમાં હોટલ એસો.નો સહયોગ, વોટિંગ કરનાર દરેકને મળશે ભોજનના બિલમાં ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. વધુમાં વધુ લોકો મતદાન મથક પર પહોંચી વોટિંગ કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયાસો કરાયા છે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશને વધુમાં વધુ મતદાન માટેના આ પ્રયાસમાં મોટુ યોગદાન પુરુ પાડ્યું છે. ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે […]

ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક બીજી તરફ […]

મહિલા T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમની 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અભિયાનની શરૂઆત થશે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની બહુપ્રતીક્ષિત મેચ 6 ઓક્ટોબરે સિલ્હટમાં પાકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારત 9 ઓક્ટોબરે ક્વોલિફાયર 1 સામે ટકરાશે અને 13 ઓક્ટોબરે તેની અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત ગ્રુપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code