1. Home
  2. ગુજરાતી
  3. IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી
IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

0
Social Share

નવી દિલ્હીઃ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેસ્ટમેન વિરાટ કોહલીએ કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં એમ્પાયર સાથે ઉગ્રચર્ચા કરવી ભારે પાડી છે. કોહલીને આઈપીએલની આચારસંહિતા મામલાના ઉલ્લંઘન કરવા મુદ્દે મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો છે. કેકેઆરએ રવિવારે ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આરસીબીનો એક રચનથી પરાજ્ય થયો હતો. આરસીબી આઈપીએલ 2024ની સીઝનમાં આઠમી મેચમાં સાતમી વાર હાર્યું છે.

કેકેઆર અને આરબીસી વચ્ચે મેચ દરમિયાન કોહલી આઉટ થતા વિવાદ ઉભો થયો હતો. કોહલીએ ત્રીજા એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. કેકેઆરએ પ્રથમ બેટીંગ કરતા 223 રન બનાવ્યાં હતા. જવાબમાં આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાક ડુપ્લેસિસ બેટીંગ કરવા માટે ઉતર્યાં હતા. ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાની એક બોલમાં વિરાટ કોહલી આઉટ થયો હતો. જેથી કોહલીએ રિવ્યુ લીધો હતો, પરંતુ એમ્પાયરે આઉટ આપ્યો હતો. હર્ષિત રાણાનો બોલ કમર ઉપર બોલાની રજુઆત કરાઈ હતી. એમ્પાયરના નિર્ણય બાદ કોહલીએ ડીઆરએસ લીધો હતો. જો કે, ડીઆરએસમાં પણ આધુનિક ટેકનોલોજીથી નિરીક્ષણ બાદ કોહલીને આઉટ આપવામાં આવ્યો હતો. જેથી કોહલીએ થર્ટ એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આઈપીએલએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલીને આઈપીએલની આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે મેચ ફીના 50 ટકા દંડનો આદેશ કરાયો હતો. કોહલીએ આઈપીએલની આચાર સંહિતાના આર્ટીકલ2.8ના લેવલ-1નો ગુનો કર્યો હતો. બીજી તરફ વિરાટ કોહલીએ પોતાની ઉપર લાગેલા આરોપ અને મેચ રેફરીએ લગાવેલા દંડને સ્વિકાર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code