1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતનું આક્રમક વલણ: બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત વિરોધી નિવેદનબાજી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો (7-સિસ્ટર્સ) ને અલગ કરવાની ધમકી અને ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ. રિયાઝ હામિદુલ્લાહને તેડું મોકલીને સખત વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ભારતે ઢાકા સ્થિત […]

લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

નવી દિલ્હીઃ પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાને શાંત પાડવા ગયેલા જેલ સુપરિન્ટેન્ડન્ટ કુલવંત સિદ્ધુ પર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક કેદીએ તેમના માથામાં ઈંટ ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા […]

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

“એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે 15થી 19 ડિસેમ્બર સુધી “હેલ્થ સમિટ”નું આયોજન અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન […]

અદાણી પાવરને ઉત્કૃષ્ટ ESG પ્રદર્શન માટે NSE સસ્ટેનેબિલિટીની માન્યતા

અમદાવાદ:નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ગ્રુપનું એક અંગ NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિ.એ જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે મૂલ્યાંકન કરી અદાણી પાવરને ‘૬૫’ ગુણ આપીને “એસ્પાયરિંગ” શ્રેણીમાં મૂકી હોવાનું ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું.   એક સરખા મૂલ્યાંકનમાં અન્ય તમામ મુખ્ય થર્મલ, મિશ્ર ઇંધણ અને સંકલિત ઊર્જા […]

શિરાચા ભાગવત કથા ખાતે ભક્તિવિભોર થયેલ શ્રોતાઓ ગરબે રમ્યા

શિરાચા, ૧૬ ડિસેમ્બર ૨૦૨૫: શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથાના ત્રીજા દિવસે આધ્યાત્મિક વાતાવરણ અત્યંત ભવ્ય, ભક્તિમય અને ઉલ્લાસમય બન્યું હતું. આ કથા સ્થળ પર વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોની પાવન ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પુનિત અને ગૌરવમય બનાવ્યું હતું. આજે શ્રોતા તરીકે પધારેલા મહાનુભાવોમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુશ્રી […]

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં પરમવીર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ગેલેરીમાં બધા 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગેલેરીનો હેતુ મુલાકાતીઓને આપણા રાષ્ટ્રના રક્ષણમાં અદમ્ય સંકલ્પ અને અદમ્ય ભાવના દર્શાવનારા આપણા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. તે માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન […]

મનરેગાનું નામ બદલવા બિલ રજૂ થતાં લોકસભામાં ભારે હોબાળો

નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે ચિંતા વ્યક્ત કરી, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં અપ્રભાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશમાં દહેજના વધી રહેલા કેસો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી છે કે, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં ‘અપ્રભાવી અને દુરુપયોગ બંનેથી ગ્રસ્ત’ છે અને દહેજની સામાજિક બદી હજુ પણ વ્યાપકપણે પ્રચલિત છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે દહેજના કેસોનો સામનો કરવા માટે સામુહિક […]

ભાગવતના રસપાન માટે આવેલા દરેક વ્યક્તિને જોઈને મને અપાર આનંદ થયો: ડો.પ્રીતિબેન અદાણી

શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવા પહોંચેલા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિબેન અદાણી બલિયાવડ આશ્રમ (જુનાગઢ)નાં આઈશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શીલાપીજી સાધ્વી મહારાજસાહેબ, શ્રી રાજલધામ (નાનીખાખર-કચ્છ)ના આઇશ્રી કામઈમાં ની વિશેષ ઉપસ્થિતિ. મુંદ્રા-માંડવીના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. ૮૦૦૦ કરતાં વધુ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code