1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગુજરાતઃ શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો  વધારો

ગાંધીનગર, 06 જાન્યુઆરી, 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક પાણી પુરવઠો અને સલામત પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરીને રાજ્યને ટકાઉ શહેરી પાણી વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ રાખે છે. આ જ ઉદ્દેશ્યથી શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો […]

ગુજરાતના 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન

ગાંધીનગર, 6 જાન્યુઆરી 2026 : બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નવનિયુક્ત કર્મચારીઓ આઈ.સી.ડી.એસ. યોજનાના […]

ગુજરાત ઠંડુગાર: નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ નગર બન્યું

અમદાવાદ, 6 જાન્યુઆરી 2026: રાજ્યમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ […]

વાળ ખરતા અટકાવવા હવે મોંઘા શેમ્પૂની જરૂર નથી: ઘરે જ બનાવો આ મેજિકલ ડ્રિંક

આજના સમયમાં પ્રદૂષણ, અનિયમિત આહાર અને માનસિક તણાવને કારણે યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે આયુર્વેદ અને કુદરતી આહારમાં રહેલા તત્વો સ્કેલ્પને અંદરથી મજબૂત કરી શકે છે. નિષ્ણાતોના મતે, એક ખાસ હેલ્ધી ડ્રિંક વાળને મૂળમાંથી મજબૂત કરવાની સાથે ત્વચા પર […]

સામેની વ્યક્તિ ખરેખર ખુશ છે કે નકલી સ્મિત આપે છે? આ રીતે ઓળખો

કહેવાય છે કે સ્મિત એ હૃદયનો અરીસો છે, પરંતુ આધુનિક સમયમાં લોકો સ્મિતનો ઉપયોગ એક ‘મુખૌટા’ તરીકે પણ કરતા થયા છે. ઘણીવાર આપણને પસંદ ન હોય તેવી વ્યક્તિ સામે કે કંટાળાજનક પરિસ્થિતિમાં પણ આપણે શિષ્ટાચાર ખાતર હોઠ પર સ્મિત રાખતા હોઈએ છીએ. મનોવિજ્ઞાનીઓના મતે, માનવીના ચહેરા પર આવતી દરેક મુસ્કાન પાછળ એક અલગ જ રહસ્ય […]

પાકિસ્તાની યુવતીઓનો “ધુરંધર” ડાન્સ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારત સહિત દુનિયાભરમાં બોલીવુડની ફિલ્મ ધુરંધરની લોકો પ્રશંસા કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 1200 કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનની આસપાસ ફરતી હોવાથી આ ફિલ્મ ઉપર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં વીપીએનની મદદથી 20 લાખથી […]

યુપીમાં પોલીસની બંદૂક બોલી: એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર ઠાર મરાયો

લખનૌ, 5 જાન્યુઆરી 2026: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સવારે પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં એક લાખ રૂપિયાનો ઈનામી કુખ્યાત ગુનેગાર તાલીબ ઉર્ફે આઝમ ઠાર મરાયો છે. પોલીસ અને બદમાશ વચ્ચે થયેલા ગોળીબારમાં તાલીબ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. આ ઓપરેશન સુલતાનપુર અને લખીમપુર ખેરી પોલીસની […]

જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત

જૂનાગઢ, 5 જાન્યુઆરી 2026: ગીરના જંગલો અને વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામે માસૂમ બાળકનો શિકાર કરનાર માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું ‘એનેસ્થેસિયા’નું ઇન્જેક્શન વાગવાથી મોત નીપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રેન્ક્વિલાઇઝર […]

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ: બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ

ઢાકા, 5 જાન્યુઆરી 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રાજકીય અને રમતગમતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકારે આગામી માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ના પ્રસારણ પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી […]

સાયબર માફિયાઓનો આતંક: ભારતમાં 6 વર્ષમાં રૂ. 53,000 કરોડની ઓનલાઈન લૂંટ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી 2026: ભારતમાં ડિજિટલાઇઝેશનની સાથે સાયબર અપરાધોએ પણ ભયાનક ગતિ પકડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ના તાજા આંકડા મુજબ, છેલ્લા છ વર્ષમાં દેશભરમાં વિવિધ ઓનલાઈન છેતરપિંડી દ્વારા જનતાએ રૂ. 52,976 કરોડથી વધુની માતબર રકમ ગુમાવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ અને બેન્કિંગ ફ્રોડ જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code