1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025 : જમ્મુ-કાશ્મીર પોલીસે સરહદ પારથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને આતંકવાદી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તજિંદર સિંહે પૂંચમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (HUMINT) ને મજબૂત કરવાના કડક નિર્દેશ આપ્યા છે. […]

ફળો છે કુદરતી ઔષધિનું ભાથું: દવાના બદલે ડાયેટમાં સામેલ કરો આ ફળો

આજના દોડધામભર્યા જીવનમાં લોકો નાની-મોટી બીમારીઓ માટે દવાઓ પર નિર્ભર રહેતા થયા છે. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો અને આપણા વડવાઓના મતે કુદરતી ફળો કોઈ પણ દવા કરતા ઓછા નથી. ફળો માત્ર સ્વાદ જ નથી આપતા, પરંતુ શરીરમાં વિટામિન, મિનરલ્સ અને એનર્જીનો ખજાનો ભરે છે. સલાડ કે સ્મૂધી તરીકે ફળોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો […]

ભારતઃ GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: ભારત આગામી 2.5 થી 3 વર્ષમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે, અને તેનો GDP 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ છ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ સ્તરે […]

ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે મુલાકાત, શાંતિ યોજના પર થઈ ચર્ચા

ફ્લોરિડા, 29 ડિસેમ્બર 2026:  યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ યોજના પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બેઠકને ખૂબ જ સફળ ગણાવી અને કહ્યું કે, શાંતિ વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે રશિયા અને […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને ધુમ્મસનો બેવડો માર: AQI 500ની નજીક

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) હાલમાં પ્રદૂષણ અને કાતિલ ઠંડીના ભીંસમાં છે. દિલ્હી-NCRમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયો છે, જેના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની સપાટીની નજીક નોંધાયો છે. પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં […]

ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા

રાયપુર, 29 ડિસેમ્બર 2026 : છત્તીસગઢમાં ભારતમાલા પરિયોજના હેઠળ નિર્મિત રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોરમાં જમીન સંપાદન વળતર મામલે થયેલી કથિત ગેરરીતિની તપાસ તેજ બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે રાયપુર અને મહાસમુંદ જિલ્લામાં કુલ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જમીન માફિયાઓ, સરકારી અધિકારીઓ અને વચેટિયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. […]

PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધીને દેશના રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓને એકસમાન બનાવવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ કાર્યક્રમની તસવીરો શેર કરતા વડાપ્રધાને ‘વિકસીત ભારત’ના નિર્માણ માટે માનવ સંસાધન અને […]

પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.  બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. […]

ડેન્ડ્રફની સમસ્યાથી છો પરેશાન? અપનાવો આ 4 ઘરગથ્થુ ઉપચાર

શિયાળાની ગુલાબી ઠંડી પોતાની સાથે અનેક સૌંદર્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. જેમાં સ્કેલ્પમાં થતો ખોડો એટલે કે ડેન્ડ્રફ સૌથી સામાન્ય અને કંટાળાજનક સમસ્યા છે. માથામાં સતત ખંજવાળ આવવી, વાળ ખરવા અને ખભા પર જામી જતા સફેદ કણોને કારણે ઘણીવાર જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. જો તમે પણ મોંઘા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ વાપરીને થાકી ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code