1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

વિદેશી હૂંડિયામણ ભંડાર 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત: RBI

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બરના બુલેટિન અનુસાર, નવેમ્બર માસમાં ભારતીય રૂપિયો વાસ્તવિક રીતે સ્થિર રહ્યો છે. અમેરિકી ડોલરમાં મજબૂતી અને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા છતાં, અન્ય દેશોના ચલણની સરખામણીએ રૂપિયામાં ઉતાર-ચઢાવ ઓછો જોવા મળ્યો છે. RBIએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર હાલમાં મજબૂત સ્થિતિમાં છે. […]

અરૂણાચલમાં પાકિસ્તાની જાસૂસી રેકેટનો પર્દાફાશઃ બે કાશ્મીરી ઝડપાયા

ઈટાનગર, 23 ડિસેમ્બર 2025: અરૂણાચલ પ્રદેશ પોલીસે રાજ્યમાં સક્રિય એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. પોલીસ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો અરૂણાચલ પ્રદેશના સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારોની ગુપ્ત માહિતી એકત્ર કરી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને મોકલતા હોવાનો ગંભીર આરોપ […]

માત્ર કેલ્શિયમ નહીં, વિટામિન-D ની ઉણપથી હાડકાં થઈ જશે પોલા

આજના સમયમાં નાની ઉંમરના યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ કરોડરજ્જુની નબળાઈ અને સાંધાના દુખાવાની ફરિયાદ કરતા જોવા મળે છે. જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે ગઠિયા (Gout), ઓસ્ટિયોપોરોસિસ, અને આર્થરાઈટિસ જેવા રોગો ઘર કરી જાય છે. મોટાભાગે લોકો માને છે કે માત્ર કેલ્શિયમની ઉણપથી જ હાડકાં નબળા પડે છે, પરંતુ શું તમે જાણો છો […]

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ગુજરાતનો યુવક: ડ્રગ્સના ખોટા કેસની ધમકી આપી રશિયન આર્મીમાં ધકેલાયો

મોરબી: Russia-Ukraine war રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ગુજરાતના એક યુવકનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મૂળ મોરબીના વતની સાહિલ મોહમ્મદ હુસૈને વીડિયો મેસેજ દ્વારા પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, કેવી રીતે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને જબરદસ્તી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો. હાલ સાહિલ યુક્રેનિયન દળોના […]

ગુજરાત પોલીસમાં બઢતી: 68 PI ને DySP તરીકે પ્રમોશન

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2025ઃ Gujarat Police Transfers and Promotions ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ 7 DySP સ્તરના અધિકારીઓની બદલીના […]

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: અક્ષર પટેલને મોટી જવાબદારી સોંપાઈ

મુંબઈ: BCCI એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ આ વખતે અનેક ચોંકાવનારા નિર્ણયો લીધા છે, જેમાં સૌથી મોટો નિર્ણય શુભમન ગિલને ટીમમાંથી બહાર રાખવાનો છે. ટીમની કમાન અપેક્ષા મુજબ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, પરંતુ વાઈસ કેપ્ટન તરીકે ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલની પસંદગી કરીને બોર્ડે […]

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા […]

બિહાર બાદ હવે બંગાળમાં ભાજપના વિજયનો માર્ગ સાફ: PM મોદી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા અને પ્રવાસમાં શનિવારે કુદરતી અવરોધ સર્જાયો હતો. ભારે ધુમ્મસને કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર તાહેરપુરમાં લેન્ડ થઈ શક્યું નહોતું. જોકે, વડાપ્રધાને જનતાને નિરાશ ન કરતા મોબાઈલ ફોન દ્વારા જ સભાને સંબોધિત કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) તથા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના […]

એપસ્ટિન સેક્સ સ્કેન્ડલનો મોટો ખુલાસો: બિલ ક્લિન્ટન અને દિગ્ગજોની તસવીરો જાહેર

અમેરિકાના કુખ્યાત જાતીય અપરાધી જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા સેક્સ સ્કેન્ડલમાં શનિવારે એક એવો ખુલાસો થયો છે જેણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ કેસની તપાસ હેઠળ આશરે ૩ લાખ જેટલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે. આ દસ્તાવેજોમાં વિશ્વની અનેક હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના નામ અને તેમના શરમજનક કૃત્યોના પુરાવા સામે આવ્યા છે. જાહેર […]

પાકિસ્તાનઃ તોશાખાના કેસમાં ઈમરાન અને બુશરા બીબીને કોર્ટે ફટકારી 17-17 વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. શનિવારે રાવલપિંડીની હાઈ-સિક્યોરિટી અદિયાલા જેલમાં ચાલતી એક વિશેષ જવાબદેહી અદાલતે બહુચર્ચિત ‘તોશાખાના-2’ ભ્રષ્ટાચાર કેસમાં બંનેને દોષિત જાહેર કરી 17-17 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સુરક્ષાના કારણોસર અદિયાલા જેલની અંદર જ વિશેષ કેન્દ્રીય જજ શાહરૂખ અર્જુમંદે આ ચુકાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code