1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકામાંથી 35 ભારતીયોનો દેશનિકાલ, હરિયાણાના યુવાનોને હથકડી લગાવી પરત મોકલાયા

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં વાપસી પછીથી જ ગેરકાયદે પ્રવેશ કરનારા પ્રવાસીઓ પર કડક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને ભારતના વધુ એક જૂથને અમેરિકાથી નિર્વાસિત કર્યું છે. કુલ 35 ભારતીય નાગરિકોને હથકડી લગાવી વિમાન મારફતે પરત મોકલવામાં આવ્યા, જે મધરાતે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતા. નિર્વાસિત થયેલા લોકોમાં હરિયાણાના કૈથલ, […]

સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર ‘રન ફોર યુનિટી’માં જોડાવવા દેશવાસીઓની મોદીની અપીલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 31 ઓક્ટોબરે યોજાનાર “રન ફોર યુનિટી” માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમ ‘ભારતના લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે યોજાતા વિશાળ સમારોહનો એક અગત્યનો ભાગ છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, “31 ઓક્ટોબરે રન ફોર યુનિટીમાં જોડાઓ અને […]

રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરી આકરી ટકોર

નવી દિલ્હીઃ દેશભરમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાના કેસોને લઈને સુપ્રીમ કોર્ટએ નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટએ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વકીલોને ઠપકો આપતા કહ્યું કે, “તમે લોકો સમાચાર નથી જોયા? સોશિયલ મીડિયા તો જુઓ, દેશભરમાં શું થઈ રહ્યું છે. આ મુદ્દાને મજાક બનાવી રાખ્યો છે, લોકો ખૂબ પરેશાન છે.” જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું […]

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ઘર્ષણ: 50 પાકિસ્તાની જવાનો મરાયાનો તાલિબનનો દાવો

અફઘાનિસ્તાન સાથે વધતા સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે તાજેતરના અથડામણમાં તેના પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સરહદી હિંસાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે. બીજી તરફ, તાલિબાનનો દાવો છે કે આ અથડામણમાં 50 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક […]

સોના-ચાંદીની ચમક ઘટી, ભાવમાં એક ટકા સુધીનો ઘટાડો

મુંબઈઃ દેશમાં સોનાં અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે વેપારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનું વાયદા મૂલ્ય 1.01 ટકા ઘટીને રૂ. 1,22,199 પ્રતિ 10 ગ્રામ નોંધાયું, જ્યારે ચાંદીનું ડિસેમ્બર ડિલિવરી વાયદા મૂલ્ય 0.93 ટકા ઘટીને રૂ.1,46,097 પ્રતિ કિલોગ્રામ થયું હતું. દિલ્હીમાં 24 કેરેટ […]

ઝારખંડ: હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત

સીએમ સોરેને ઘટનાની તપાસના આદેશ આપ્યા જવાબદાર હોસ્પિટલના સ્ટાફને સસ્પેન્ડ કરાયાં નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત […]

અફઘાનિસ્તાન કુનાર નદી પર બંધ બનાવી પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવશે

ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન માટે પાણી પુરવઠો બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. તાલિબાનના ઉપસૂચના મંત્રી મુઝાહિદ ફારાહીએ જાહેરાત કરી છે કે, જળ અને ઉર્જા મંત્રાલયે તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાને અનુસરીને કુનાર નદી પર બંધનું નિર્માણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કુનાર નદી પાકિસ્તાનમાં વહે છે અને ત્યાંના કૃષિ ક્ષેત્ર માટે […]

સંસાધનો શાંતિ અને વિકાસ માટે વપરાશમાં લાવો, UNના મહાસચિવ ગૂટેરેશની અપીલ

નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સમાં લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાના માટેની માંગ ચાલી રહી છે. આ વચ્ચે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરેશે સુરક્ષા પરિષદને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે કે, વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ થવો જોઈએ. ગૂટેરેશે યુએન સુરક્ષા પરિષદની ભવિષ્ય પર ખુલ્લી ચર્ચામાં હનોઇથી વિડિયો કનેક્શન મારફતે પોતાના સંબોધનની શરૂઆત કરી છે. […]

સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી

નવી દિલ્હીઃ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઇફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે. આ વિકલ્પોનો ઉદ્દેશ્ય નિવૃત્તિ આયોજનમાં સુગમતા વધારવાનો […]

પાકિસ્તાનને PoK માં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. પી. હરીશે પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code