ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતા
હૈદરાબાદઃ ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) વહેલી સવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ થયું છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ છે. ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર રચાયેલા ચક્રવાત માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટક્યું હતું. IMD […]


