1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો
સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

0
Social Share

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી લખી હતી. હુ ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવુ છું, હું મારી પાર્ટી માટે લડી નથી રહી. દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ પાસે જવાબ માંગ્યો છે અને વધુ સુનાવણી 9 ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે.

મમતા બેનર્જીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, એસઆઈઆરનો ઈરાદો મત દૂર કરવાનો છે જોડવાનો નહીં. મમતા બેનર્જીએ ઉદાહરત આપતા જણાવ્યું હતું કે, કોઈ યુવતીના લગ્ન થઈ ગયા હોય અને સાસરી જતી રહી હોય તો, આવા કિસ્સામાં માહિતી મેચ થાય છે. દરમિયાન કોર્ટે મમતાને અટકાવતા કહ્યું હતું કે, તમારા રાજ્ય તરફથી શ્યાન દિવાન અને કપિલ સિબ્બલ જેવા સિનિયર વકીલ ઉપલબ્ધ છે. અમે પ્રયાસો કરી શકું છું કે, સમાધાન નિકળે અને કોઈ નિર્દોશનું નામ મતદાર યાદીમાં રહી ના જાય. અમે પહેલા જ 10 દિવસની ડેડલાઈન વધારી ચુક્યાં છે, હવે સમય વધારી શકતા નથી.

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અસમ અને નોર્થ ઈસ્ટમાં કેમ એસઆઈઆર નથી કરાયું, લોકો ખેતરમાં વ્યસ્ત છે અને તેમને નોટિસ મળી રહી છે. હાલ તેઓ આ મુદ્દે તૈયાર નથી. બીએલઓ દબાણમાં આત્મહત્યા કરી રહ્યાં છે. મમતા બેનર્જીએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ કહે છે કે, આધારની સાથે અમારે વધુ એક સર્ટિફિકેટ જોઈએ. બીજા રાજ્યમાં ડોમિસાઈલ, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવુ માનવામાં આવતું નથી. તેમણે ચૂંટણી પહેલા માત્ર બંગાળને જ નિશાન બનાવ્યું છે. બે મહિનામાં એવુ કરવા માંગે છે જેના માટે લગભગ 2 વર્ષનો સમય લાગે. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય છે, તેમના નામ પણ દૂર કરી દેવાયા છે. કોર્ટના આદેશનું ઉલ્લંધન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિતો શેર કરી, હાસ્યને શ્રેષ્ઠ દવા ગણાવ્યુ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code