યુએનમાં શહબાઝ શરીફે ફેલાવેલા જુઠ્ઠાણો ભારતે કર્યો પર્દાફાશ, આતંકવાદ મુદ્દે લીધુ આડેહાથ
ન્યુયોર્કઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના (UNGA) 80મા સત્રમાં ફરી એકવાર ભારત વિરોધી રાગ આલાપ્યો છે. પોતાના ભાષણમાં તેમણે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ ભારત પર એકતરફી હુમલાનો આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત ઇન્ડસ વોટર ટ્રીટી સ્થગિત કરવાની ભારતની કાર્યવાહી ગેરકાનૂની ગણાવીને તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરી હતી અને તેમને […]


