1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મહારાષ્ટ્રના પાગઘરમાં એમડી ડ્રગ્સ સાથે નાઈજીરિયન નાગરિક ઝડપાયો

આરોપી પાસેથી રૂ. 43 લાખનું ડ્રગ્સ ઝડપાયું પોલીસે નાલાસોપારાના ક્રિકેટ કલબ મેદાન પાસેથી આરોપીને પકડ્યો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવા માટે કવાયત હાથ ધરી મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં પોલીસે એક નાઈઝીરિયન નાગરિકની રૂ. 42.80 લાખની કિંમતના મેફેડ્રોન નામના ડ્રગ્સ […]

મંદિરને મળેલુ દાન ભગવાનનું, સરકારનું નહીં: હિમાચલ હાઈકોર્ટ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે મંદિરના દાનની રકમનો ખોટો ઉપયોગ અટકાવવા માટે ઐતિહાસિક દિશા-નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, દાનના પૈસાનો ઉપયોગ વેદ, યોગાનું શિક્ષણ, મંદિરોની સંભાળ અને સામાજીક કાર્યો જેવા કે, જાતિવાદ ખત્મ કરવા અને અલગ-અલગ જાતિમાં લગ્નને લઈને કરવો જોઈએ. માર્ગો, પુલોનું નિર્માણ અને અન્ય કાર્યો માટે દાનની રકમનો ઉપયોગ ના […]

દિલ્હી-એનસીઆરના લોકો દિવાળીના તહેવારમાં ગ્રીન ફટાકડા ફોડી શકશે

સુપ્રીમ કોર્ટે શરતોના આધારે આપી મંજુરી ગ્રીન ફટાકડાના ક્યુઆર કોડ વેબસાઈટ ઉપર અપલોડ કરાશે તંત્ર દ્વારા ગ્રીન ફટાકડા નિર્માતાઓની નિયમિત્તાની તપાસ કરશે નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં દિલ્હી-એનસીઆરની પ્રજાને ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. સર્વોચ્ચ અદાલતે આ મંજુરી માત્ર 18થી 21 ઓક્ટોબર સુધી આપી […]

ગ્વાલિયરમાં વિરોધ પ્રદર્શનને લઈને 4,000 સૈનિકો તૈનાત કરાયાં, પોલીસ તંત્ર સાબદુ બન્યું

નવી દિલ્હી: ડૉ. આંબેડકર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ, અનુસૂચિત જાતિ સંગઠનોએ ઉચ્ચ જાતિ સમુદાય દ્વારા ઉઠાવવામાં આવેલા પડકારના જવાબમાં આજે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. શહેરના રસ્તાઓ પર ચાર હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ચેકપોઇન્ટ અને બજારો પર નજર રાખવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ ઇન્સ્પેક્ટર, ડીઆઈજી અને એસએસપી પણ તમામ વિસ્તારોનું નિરીક્ષણ […]

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોલ્ડ્રિફ કફ સિરપનો સમાવેશ થાય છે. આ સિરપ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મૃત્યુ પછી આ મામલો સામે આવ્યો હતો, જેનાથી દેશભરમાં ચિંતા વધી […]

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે ભારતની પસંદગી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની માનવાધિકાર પરિષદ (Human Rights Council – HRC) માટે ભારતની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, ભારતે સતત સાતમી વખત આ પ્રતિષ્ઠિત પરિષદમાં સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક મંચ પર માનવ અધિકારના ક્ષેત્રમાં તેની વધતી ભૂમિકા અને વિશ્વસનીયતાને દર્શાવે છે. ભારતનો આગામી કાર્યકાળ આવતા વર્ષથી શરૂ થશે અને તે ત્રણ વર્ષ, […]

રાજસ્થાનના ઉદયપુરમાં રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠક મળી, પર્યટનની નવી પહેલો પર ચર્ચા

જયપુરઃ કેન્દ્રીય પર્યટન મંત્રાલયે મંગળવારે રાજસ્થાનના ઉદયપુરમાં બે દિવસીય રાજ્ય પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા. આ સંમેલનનો ઉદ્દેશ્ય પર્યટન પરિવર્તન એજન્ડાના અમલીકરણમાં વધુ નીતિગત સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ, એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક ક્ષેત્ર વિકસિત ભારત માટે વૈશ્વિક સ્તરે […]

જેસલમેર-જોધપુર હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 20 ઉપર પહોંચ્યો

નવી દિલ્હી: રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર એક ભયાનક અકસ્માતમાં, એક નવી ખાનગી બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા બળી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં 57 મુસાફરો હતા, જે જેસલમેરથી જોધપુર જઈ રહ્યા હતા. અકસ્માતની પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આ દુ:ખદ ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. પાંચ દિવસ પહેલા જ […]

ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં મોખરેઃ આઈએમએફ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકીની એક બની રહેવાની સંભાવના છે. IMFએ ભારતના આર્થિક વિકાસ અંગે આશાવાદી વલણ અપનાવ્યું છે. IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વિકાસ દરમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતનો […]

પશ્ચિમ બંગાળ: મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પહેલાથી જ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ ગઈકાલે દુર્ગાપુરમાં પીડિતાને મળ્યા હતા. આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવતા, રાજ્યપાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code