1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભ્રામક જાહેરાતો બદલ ઓનલાઈન રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ રેપિડોને રૂ. 10 લાખનો દંડ ફટકારાયો

નવી દિલ્હીઃ ગ્રાહક અધિકારોના રક્ષણ તરફ વધુ એક પગલું ભરતા, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ રેપિડો (રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ)ને ભ્રામક જાહેરાતો અને અન્યાયી વેપાર પ્રથાઓ અનુસરવા બદલ ₹10,00,000નો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વધુમાં, ઓથોરિટીએ ઓનલાઈન રાઈડ-હેલિંગ પ્લેટફોર્મને એ પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે જે કોઈપણ ગ્રાહકે “5 મિનિટ ઓટો અથવા […]

પશ્ચિમ બંગાળઃ નરેન્દ્ર મોદી શુક્રવારે 3 મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટે કોલકાતા પહોંચશે અને રાજ્યને ત્રણ નવા મેટ્રો રૂટ સહિત 5,200 કરોડ રૂપિયાની ભેટ આપશે. પ્રધાનમંત્રી શહેરી જોડાણને મજબૂત બનાવતા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન, તેઓ 13.62 કિમી લંબાઈના ત્રણ નવા મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે અને 7.2 કિમી લાંબા છ-લેન કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કરશે. […]

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મુલાકાત કરી

નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા, ભ્રમણકક્ષામાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયોગો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ અને ભારતના ગગનયાન મિશનના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભાંશુ શુક્લા સાથેની મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી. તેમણે […]

ઓનલાઈન ગેમિંગ બિલ 2025 રાજ્યસભામાં પસાર થયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું અને ગુરુવારે રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 પસાર કર્યું હતું. ભારે હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે આ બિલ ચર્ચા વિના પસાર થઈ ગયું. બિલ રજૂ કરતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યમ વર્ગના પરિવારો અને યુવાનોના રક્ષણ […]

ઉત્તરાખંડઃ સ્કૂલ સંકુલમાં જ વિદ્યાર્થીએ શિક્ષક ઉપર કર્યું ફાયરિંગ, શિક્ષક ઘાયલ

નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં એક સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરાપ્રતિયાઘાત પડી રહ્યાં છે. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ઉત્તરાખંડના કાશીપુરમાં એક વિદ્યાર્થીએ સ્કૂલમાં જ એક શિક્ષક ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. નવમા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો. ત્યારબાદ શિક્ષક […]

મહારાષ્ટ્રઃ વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડુબી જવાથી ચાર બાળકોના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. દરમિયાન યમવતમાલના દારવ્હામાં રેલવેના ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ચાર બાળકો પડ્યાં હતા. આ ચારેય બાળકોના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક બાળકોની ઉંમર […]

ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી પરીક્ષણ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને ISROના વડા વી. નારાયણે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતા. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ તેમની ઐતિહાસિક અવકાશ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે એક્સિઓમ મિશન હેઠળ તેઓ બે અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રહ્યા. આ દરમિયાન તેઓ મિશન પાઇલટ અને કમાન્ડર તરીકે જવાબદારી નિભાવી […]

રશિયાનો યુક્રેન ઉપર મોટો હુમલો, 574 ડ્રોન અને 40 મિસાઈલોથી કરાયો હુમલો

પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે, રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયન વાયુસેનાએ આ હુમલાનું વર્ણન કરતા કહ્યું કે, રશિયન સેનાએ મોટાભાગના હુમલા દેશના પશ્ચિમી વિસ્તારોને લક્ષ્ય બનાવીને કર્યા છે. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે રશિયાએ તેમના પર 574 […]

પાકિસ્તાનમાં અનેક મહત્વપૂર્ણ હવાઈ માર્ગો અસ્થાયી રૂપે બંધ કરાયાં

પાકિસ્તાને દેશભરમાં અનેક મહત્વપૂર્ણ હવાઈ માર્ગો અસ્થાયી રૂપે બંધ કરવા માટે NOTAM પણ જારી કર્યો છે. આ પગલાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે પાકિસ્તાન આગામી દિવસોમાં મોટા મિસાઈલ પરીક્ષણ અથવા હવાઈ સંરક્ષણ લશ્કરી કવાયતની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતે તાજેતરમાં જ તેની અગ્નિ-5 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક […]

દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code