1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એશિયા કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવા માટે હરભજનસિંહે ટીમ ઈન્ડિયાને કરી અપીલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આ ટુર્નામેન્ટમાં, તેને 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ના રમે તેવુ મોટાભાગના ભારતીયો ઈચ્છી રહ્યાં છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે આ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું […]

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગે શું કહ્યું કેન્દ્ર સરકારે જાણો….

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે લોકસભામાં જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારનો કોઈ કાયદો બનાવવાની હાલ યોજના નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં બઘેલે આ માહિતી આપી હતી. લેખિત જવાબમાં, બઘેલે જણાવ્યું હતું […]

કુસ્તીબાજ સુશીલ કુમારની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં જામીન રદ કર્યાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હત્યાના કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમારના જામીન રદ કર્યા છે. કોર્ટે તેમને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પર કુસ્તીબાજ સાગર ધનકરની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુશીલ કુમાર પર 4 મે, 2021 ના રોજ દિલ્હીના […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય રાજદ્રારીઓના ઘરોમાં પાણી અને ગેસ સપ્લાય બંધ કરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એક નાપાક કૃત્ય કર્યું છે અને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓના ઘરોમાં મિનરલ વોટર, ગેસ અને અખબારોનો પુરવઠો બંધ કરી દીધો છે. સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને ભારતીય રાજદ્વારીઓને સિલિન્ડર ન વેચવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ભારતે દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારીઓને અખબારો પહોંચાડવાનું પણ બંધ કરી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની […]

ભારત મામલે અમેરિકાનું વલણ નરમ પડ્યું, સંબંધ પહેલા જેવા હોવાનો કર્યો દાવો

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર ભારતના કડક વલણ પર દુનિયા નજર રાખી રહી છે. ભારત પર પોતાની દબાણ વ્યૂહરચના નિષ્ફળ જતી જોઈને, અમેરિકાએ હવે પોતાનો સ્વર નરમ કર્યો છે. તેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત સાથે અમેરિકાના સંબંધો પહેલા જેવા જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. અમારા […]

મધ્યપ્રદેશના જબલપુરમાં બેંકમાં લૂંટારુઓ ત્રાટક્યાં, 18 મિનિટમાં જ 14 કરોડનું સોનુ લૂંટા થયા ફરાર

ભોપાલઃ મધ્યપ્રદેશના જલબપુરમાં કરોડોના સોનાની લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જબલપુર સ્થિત બેંકમાં મોટરસાઈકલ ઉપર આવેલા બે શખ્સો ઘુસી આવ્યા હતા અને કર્મચારીઓને ધમકવાને ગણતરીની મિનિટોમાં જ 14 કરોડની કિંમતનું સોનુ અને પાંચ લાખની રોકડની લૂંટ ચલાવીને ધૂમ સ્ટાઈલમાં પયાલન થઈ ગયા હતા. બેંકમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાનું પ્રાથમિક […]

ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે બોલી લગાવશે

નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ બુધવારે તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે. ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રસ દાખવી ચૂક્યું છે, જેમાં અમદાવાદને યજમાન શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ ભારતે 31 ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં અંતિમ બિડ માટે દરખાસ્તો […]

E20 ઇંધણના ઉપયોગથી ભારતમાં વાહનોના વીમાની માન્યતા પર કોઈ અસર નહીં થાય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 4 ઓગસ્ટ 2025 ના રોજ માઇલેજ અને વાહનની આવરદા પર 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E-20) ની અસર અંગે ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓનો વિગતવાર પ્રતિભાવ જારી કર્યો છે. બાયોફ્યુઅલ અને કુદરતી ગેસ ભારતના પુલ ઇંધણ છે. તેઓ હરિયાળા વિશ્વ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે એક વ્યવહારુ, બિન-વિક્ષેપકારક સંક્રમણનું પ્રતિનિધિત્વ કરે […]

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા સંબંધિત નિયમો કડક બનાવ્યા

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI) સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે, અથવા તેની સામે સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો તેનું OCI નોંધણી રદ કરવામાં આવશે.OCI કાર્ડ […]

દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવા અને વૈશ્વિક નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં મોદીએ કહ્યું, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, ઉચ્ચ કૌશલ્યવાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code