ભારતની રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં રેકોર્ડ બ્રેક વધારો, 5 વર્ષમાં 90 ટકાની વધી
નવી દિલ્હીઃ ભારતએ રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા ઉત્પાદન ₹1,50,590 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે 2023-24ના ₹1.27 લાખ કરોડની સરખામણીએ 18% વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2019-20માં આ આંકડો ₹79,071 કરોડ હતો, એટલે કે પાંચ વર્ષમાં 90%નો ઉછાળો નોંધાયો છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે શનિવારે આ ઐતિહાસિક સિદ્ધિની માહિતી આપી હતી. […]


