1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

CBSE એ ધો-10 અને 12નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, જાણો શું કરાયો ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે ધો-10 અને 12ના વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમની જાહેરાત કરી છે. જે તા. 1લી એપ્રિલથી લાગુ થશે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા પડકારો સામે તૈયાર કરવાની સાથે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. સીબીએસઈએ તમામ સ્કૂલોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ નવા અભ્યાસક્રમને પોતાના […]

મમતા બેનર્જી-કંગના રનૌત સામેની ટીપ્પણી ભારે પડી, દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને […]

કેરળના સીએમ પી. વિજયનના પુત્રીની વિરુદ્ધ ઈડીએ નોંધ્યો કેસ, પૂછપરછની શક્યતા

નવી દિલ્હી:  કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના પુત્રી વીણા વિજયન વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો એક કેસ નોંધ્યો છે. આ કેસ તેમની માલિકીવાળી આઈટી કંપની અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ આખો મામલો એક પ્રાઈવેટ ખનીજ ફર્મ દ્વારા વીણા અને તેમની કંપનીને કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. સૂત્રો […]

પાકિસ્તાન: કોર્ટ કાર્યવાહીમાં ISIનો હસ્તક્ષેપ, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ માંગી મદદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટેના છ ન્યાયમૂર્તિઓએ દેશની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ન્યાયમૂર્તિઓએ પાકિસ્તાનના ન્યાયીક પરિષદને પત્ર લખ્યો છે. જજોએ જણાવ્યું હતું કે, દેશની ગુપ્તચર એજન્સીઓ હાઈકોર્ટ ઉપર વિવિધ પ્રકારે દબાણ બનાવે છે, જેથી ન્યાયપાલિકાની કામગીરીને અસર થાય છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી […]

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 526 અને NSE માં 119 પોઈન્ટનો વધારો

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેમજ નિફ્ટી અને સેંસેક્સમાં સમગ્ર ટ્રેડિંગ સેશન્સમાં મજબુતી યથાવત રહી હતી. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ ભારે તેજી આવી હતી અને નિફ્ટીએ પ્રાઈસ એક્શન બનાવીને પોતાના મહત્વપૂર્ણ રેજિસ્ટેંસ લેવલને તોડ્યું હતું. જોકે, બપોર બાદ બજારને ઉંચા સ્તરે પ્રોફિટ બુકીંગનું દબાણ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ દબાણ […]

1800 દિવસોમાં બદલાય જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, 12 આકરા નિર્ણયો બાદ હવે ચૂંટણીની તૈયારી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બરથી પહેલા વિધાનસભા ચૂંટણી યોજાશે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે અફસ્પાને હટાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ઘણાં વિસ્તારોમાંથી સેનાને હટાવી શકાય છે. કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

નવી દિલ્હી: ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબે મોટી કાર્યવાહી કરીને પોતાના પ્લેટફોર્મ પરથી 22.5 લાખ વીડિયોને ડિલીટ કર્યા છે.યૂટ્યૂબે આ કાર્યવાહી ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 વચ્ચે કરી છે. યૂટ્યૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે આ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે યૂટ્યૂબે 90 લાખ વીડિયો સામે આવી કાર્યવાહી કરી છે. રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code