1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં મ્યુનિના જર્જરિત બનેલા સ્ટાફ ક્વાટર્સને રિ- ડેવલોપ કરાશે

શહેરમાં 40 વર્ષથી વધુ જુના 7 મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સને રીડેવલપ કરાશે, રાજ્ય સરકાર દ્વારા મ્યુનિના રિ-ડેવલપ પ્રોજેક્ટને મળી મંજુરી, મ્યુનિ ક્વાટર્સના 800 મકોનોને રિ-ડેવલપ કરાશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કર્મચારીઓ માટેના સ્ટાફ ક્વાટર્સ વર્ષો જુના હોવાથી જર્જરિત બની ગયા છે. ત્યારે જર્જરિત ક્વાટર્સને ડિમોલિશન કરીને તેના સ્થાને નવા ક્વાટર્સ બનાવવા રિ-ડેવલપમેન્ટની યાજના બનાવવામાં આવી હતી. તેને […]

સ્વચ્છતા સર્વેક્ષણ 2024, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદે બાજી મારી, દેશમાં સ્વચ્છ શહેરોમાં સુરતે બીજુ સ્થાન મેળવ્યું, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ, સુરત અને ગાંધીનગરને આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. 10 લાખથી વધુ વસ્તી […]

અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છેઃ ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ

ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા ‘અટલ લેકચર સિરીઝ’નો શુભારંભ, વિવિધ વિષયના નિષ્ણાંતો ગુડ-ગવર્નન્સ અને દેશની નીતિઓને અંગે વ્યાખ્યાન આપશે, અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે ગાંધીનગરઃ ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શુભારંભ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય […]

સાયબર ફ્રોડના મુખ્ય 3 કારણ ડર, લાલચ અને આળસથી બચવું ખુબ જરૂરીઃ અમરેલી પોલીસ અધિક્ષક સંજ્ય ખરાત

રાજકોટઃ અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી પોલીસ અધિક્ષક સંજય ખરાતની આગેવાની હેઠળ એક સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની 800થી વધુ વિદ્યાર્થીનીઓ, તમામ શૈક્ષણિક અને મેનેજમેન્ટ સ્ટાફ, તેમજ અગ્રણીઓ મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ અને રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી […]

ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ગાંધીનગરઃ ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોમાં જોવા મળતા રોગોને સમજવાનો અને તેમને વધુ સારી સારવાર પૂરી પાડવાનો છે. આ માહિતી આદિવાસી વિકાસ મંત્રી ડૉ. કુબર ડિંડોરે ગાંધીનગરમાં એક બેઠક દરમિયાન આપી હતી. આ યોજના વિજ્ઞાન અને પરંપરાને જોડીને આદિવાસી સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવાનો એક […]

ગુજરાતઃ સંભવિત બ્લેક સ્પોટ પર એક પણ અકસ્માત નહીં થયાનો હર્ષ સંઘવીનો દાવો

ગાંધીનગરઃ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની વાર્ષિક બેઠક ગાંધીનગરમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ વિઝન- 2030 હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન હર્ષ સંઘવી સમક્ષ રજૂ કર્યો હતો. આ એક્શન પ્લાનના આધારે, પોલીસ, RTO,રોડ બાંધકામ વિભાગ, આરોગ્ય અને શિક્ષણ વિભાગોના સંયુક્ત પ્રયાસોથી આગામી પાંચ વર્ષમાં […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા કોલેજ જતી યુવતીનું મોત

શહેરના હનુમાન મઢીચોક પાસે અકસ્માતનો બન્યો બનાવ, બે યુવતીઓ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. એક યુવતીને આબાદ બચાવ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતના બનાવમાં કોલેજિયન યુવતીનું મોત નિપજ્યું હતું. આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતા ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા કોલેજે જતી યુવતીનું મોત થયુ હતું. કણસાગરા […]

તૂટી ગયેલા રોડ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીનો આદેશ

ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સ્વખર્ચે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરોને નોટીસ, બેદરકારી દાખવનારા કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં, કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવાનો મુખ્યમંત્રીનો આદેશ ગાંધીનગરઃ રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી […]

અમદાવાદ સહિત 17 શહેરોમાં વરસાદને લીધે તૂટેલા રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ

મહાનગરપાલિકાઓમાં 577 કિ.મી.ના રોડની મરામત કામગીરી પૂર્ણ, મહાનગરોના રોડ-રસ્તાઓ પર 16,832માંથી 16.665 ખાડા પૂરી દેવાયા, નાગરિકો દ્વારા મળેલી કુલ 16.661 ફરિયાદોમાંથી 15,282 ફરિયાદોનો હકારાત્મક નિકાલ ગાંધીનગરઃ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ – મરામત કરવા મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની સીધી સૂચનાથી  માર્ગ અને મકાન […]

ગુજરાતમાં 39 બ્રિજ જર્જરિત અવસ્થામાં, 97 પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો

ગંભારા બ્રિજની દૂર્ઘટના બાદ સરકાર જાગી, અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ પડું પડું છે, ઘણાબધા પુલ બંધ કરીને યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકો પરેશાન અમદાવાદઃ રાજ્યમાં પાદરા નજીક હાઈવે પર મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ પુલોની ચકાસણી  કરીને જરૂર હોય ત્યાં ત્વરિત સમારકામ કરવાના આદેશ કર્યા છે. રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code