1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં પોલીસ જવાનની કારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક બેભાન

કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી, પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ, ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાતે વિશાળા સર્કલ પાસે કારએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા રિક્ષાચાલકને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું […]

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદ : અદાણી સિમેન્ટે તેના ગ્રુપ અસોસિયેટ મે. પીએસપી ઇન્ફ્રા સાથે મળીને અમદાવાદ નજીક ઉમિયા ધામ ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશનનું કાસ્ટિંગ કાર્ય સંપ્પન કરીને એક ઐતિહાસિક ઇજનેરી કાર્યક્ષમતાની સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રકલ્પ માટે વિક્રમજનક અમલીકરણ લોજિસ્ટિકલ સ્કેલ, તકનિકી ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય સાધવાની અદાણી સિમેન્ટની […]

ગુજરાતમાં આજે 28 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતમાં 3 ઈંચ વરસાદથી પાણી ભરાયા

સુરતમાં બે કલાકમાં ત્રણ ઈંચ અને નવસારીમાં 2 ઈંચ, મેઘરાજાની વિદાય ટાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સુરતના અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજે બુધવારે 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીમાં […]

પાટણમાં ASIએ પોક્સો કેસમાં સંડોવવાની ધમકી આપી રૂપિયા 50.000ની લાંચ માગતા ગુનો નોંધાયો

પાટણની CPIની કચેરીમાં ફરજ બજાવતા ASIની ACBએ કરી ધરપકડ, ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી એસીબીનો સંપર્ક કર્યો હતો, છટકું નિષ્ફળ જતા આરોપી સામે પુરાવા ભેગા કરીને ગુનોં નોંધાયો પાટણઃ શહેરમાં લાંચ માગવાના એક કેસમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ  સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ઈશ્વર દેસાઈની ધરપકડ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોપી […]

જામનગરના બ્રાસ ઉદ્યોગ પર GST વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, વેપારીઓમાં ફફડાટ

GSTની ટીમે સાત વાહનોમાંથી બ્રાસનો સામાન જપ્ત કર્યો, બંને એસોસિએશનના હોદ્દેદારો આગેવાનો રજૂઆત માટે દોડી ગયા, ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા GST વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક, જામનગર:  શહેરમાં ગઈકાલે મંગળવારે મોડી સાંજે અમદાવાદથી આવેલા જીએસટીના અધિકારીઓએ ટેક્સટોરી અંગે તપાસ શરૂ કરી હતી. શહેરના શંકર ટેકરી ઉદ્યોગ નગરમાંથી પસાર થઈ જીઆઇડીસી સામેના સાંઢીયા પુલ નજીક જ […]

ભાવનગરના મહુવા, જેસર સહિતના વિસ્તારોમાં વીજચોરી સામે PGVCLના દરોડા

મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 70 લાખની વીજચોરી ઝડપાઈ, 5 સબ ડિવિઝનમાં 44 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું, અગાઉ પાલિતાણા ડિવિઝનમાં રૂ.32.61 લાખની વીજ ચોરી પકડાઈ હતી ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દૂષણ વધતુ જાય છે. તેના લીધે લાઈન લોસ પણ વધી રહ્યો છે. ત્યારે સરકારની માલિકીની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી […]

અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને ઈનામો અપાશે

એએમસી દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આયોજન કરાયુ, નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે, રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમા સ્પર્ધા યોજાશે અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે આ વખતે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર્વ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પડશે. શહેરના રહેણાંક વિસ્તાર […]

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા

વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા સહિત કેસોમાં ધરખમ વધારો, શહેરમાં વરસાદની વિદાય સાથે ગરમી વધતા રોગચાળો વકર્યો અમદાવાદઃ શહેરમાં વરસાદની વિદાય ટાણે જ તાપમાનમાં આંશિક વધારો થતા બે ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળા જેવા રોગોના […]

અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપ દ્વારા યોજાઈ આરોગ્ય શિબિર, મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કરાયુ, આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયુ  અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. આ […]

આજે PM મોદીનો 75મો જન્મદિન, ગુજરાતમાં 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ કેમ્પ યોજાયા

ગાંધીનગરમાં મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો, દરેક કેમ્પમાં ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ વિષે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે, વડાપ્રધાનના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરાશે ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ 75 સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code