1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વરતેજ રેલવે સ્ટેશન પર એન્જિનમાંથી ડીઝલની ચોરી કરતો શખસ પકડાયો

જૂગારની લત્તને લીધે દેવામાં ડૂબેલો શખસ ચોરીના રવાડે ચડ્યો હતો, રિક્ષામાં કેરબા મુકીને ડીઝલની ચોરી કરવા આવ્યો હતો, પ્રથમ વખત 150 લિટર ડીઝલની ચોરી કરીને બીજીવાર આવ્યો હતો ભાવનગરઃ શહેર નજીક આવેલા  વરતેજ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સે એક ડીઝલ ચોરને પકડ્યો હતો. આરોપી લાલો મકવાણા (30) સિહોરનો રહેવાસી છે અને રિક્ષા ચાલક તરીકે […]

શેત્રુંજી ડેમ 27 દિવસમાં ત્રીજીવાર છલકાયો, ડેમના 20 દરવાજા 1.6 ફુટ ખોલાયા

શેત્રુંજી ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, ડેમમા 1800 ક્યુસેક પાણીની આવક, પાલિતાનો ખારો ડેમ અને તળાજાનો પીંગળી ડેમ છલકાયો ભાવનગરઃ ગોહિલવાડમાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. ગઈ તા. 15 જૂનથી ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથીજ મેઘરાજાએ મન મૂકીને વરસતા ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો […]

વડોદરામાં દારૂ પીધેલા કારચાલકને કારમાંથી ખેંચીને મહિલાએ મારમાર્યો, પોલીસે કરી ધરપકડ

ઉશ્કેરાયેલી મહિલાએ દારૂડિયા ચાલકને લાફા માર્યા, ગોત્રી પોલીસે દારૂડિયા કારચાલકની ધરપકડ કરી, કારચાલકે કાન પકડીને કહ્યું હવે દારૂ પીને કાર નહીં ચલાવું વડોદરાઃ શહેરમાં દારૂ પીધેલા વાહનચાલકોને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ગોત્રી રોડ પર ઈકો કારમાં શોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા નામનો શખસ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ નશાબાજ કારચાલકને […]

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સના AMTS-BRTS બસના મફત પાસ માટે વધુ 9 સ્થળોએ સુવિધા

શહેરમાં 65 વર્ષથી વધુની વયના નાગરિકો માટે AMTS,BRTSમાં મફત પ્રવાસની જાહેરાત, શહેરમાં બે સ્થળોએ કાઉન્ટર ખોલાતા વડિલોની લાંબી લાઈનો લાગતી હતી, હવે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકાશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં 75 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સને મફત મુસાફરીનો લાભ અપાતો હતો. એમાં ઘટાડો કરીને હવે 65 વર્ષની ઉંમરના સિનિયર […]

ડિગ્રી આર્કિટેકચરની 20 કોલેજોમાં 1332માંથી 400થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા

આર્કિટેક્ચરની 20 કોલેજોની 1332 બેઠકો પર ઓનલાઇન રજિસ્ટ્રેશન, એક્ઝામનું ટફ પાસિંગ સ્ટાન્ડર્ડ, ઊંચી ફી, ઓછી તક હોવાથી બેઠકો ખાલી રહે છે, આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટાની એક્ઝામ ફરજિયાત છે અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજનેરી કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ડિગ્રી આર્કિટેકચર બ્રાન્ચમાં 400થી વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. […]

રાણપુરના નજીક સાળંગપુર જતી કાર કોઝવેમાં તણાતા બેના મોત, 4નો બચાવ, સંત લાપત્તા

બોચાસણથી સાળંગપુર જતી કારમાં 7 લોકો સવાર હતા, BAPSના નવદીક્ષિત સંત હજુ પણ લાપતા, NDRFની ટીમે શોધખોળ આદરી બોટાદઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં અને કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે સાળંગપુર જઈ રહેલી અર્ટિગા કાર કોઝવેના તેજ પ્રવાહમાં તણાતા કારમાં પ્રવાસ કરી રહેલા 7 જણા ડૂબવા […]

ક્રેશ થયેલા વિમાનમાં કોઈ ટેકનિકલ સમસ્યા જોવા મળી નથી: એર ઈન્ડિયા

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કેમ્પબેલ વિલ્સને સોમવારે, અમદાવાદ અકસ્માત અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) ના રિપોર્ટ પર પહેલી પ્રતિક્રિયા આપી. ટાટાની આગેવાની હેઠળની એવિએશન કંપનીના એમડીએ જણાવ્યું હતું કે,” 12 જૂને ગુજરાતમાં ક્રેશ થયેલા વિમાન અથવા તેના એન્જિનમાં કોઈ યાંત્રિક કે જાળવણી સંબંધિત સમસ્યા જોવા મળી નથી.” કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મોકલેલા આંતરિક ઈ-મેલમાં કહ્યું છે કે,” ગયા […]

વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયું

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે અને સાથે સાથે આધુનિક વિકાસ પણ થશે. વડનગર શહેરના કુલ 300થી વધુ કુટુંબોને નવા ઘરોમાં […]

અમદાવાદમાં શાળાઓના બાળકોને દર શનિવારે ટ્રાફિક નિયમનના પાઠ ભણાવાશે

ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપશે, એક નવી સોચ અભિયાન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગે લીધો નિર્ણય, હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોનું વાહનચાલકો પાસે પાલન કરાવવું કઠિન બનતું જાય છે. કારણ કે શિક્ષિત ગણાતા વાહનચાલકો પણ ટ્રાફિક ભંગ કરવામાં મોખરે રહેતા હોય […]

સુરતની મ્યુનિ.શાળાઓમાં 1600 શિક્ષકોની ઘટ સામે માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 5400 શિક્ષકોનું મહેકમ, ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ, ઘણી સ્કૂલોમાં શિક્ષકો પાસે એકથી વધુ વર્ગોનું ભારણ સુરતઃ  મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code