1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો

જપ્ત કરાયેલા ખાદ્ય જથ્થામાં ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ, ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ખોરાક વેચનારા સામે સતત કડક કાર્યવાહી કરાશે, તંત્ર દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓના કુલ 28નમૂનાઓ લઈને પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે દરોડા સહિતની કામગીરી કરવામાં આવે છે. નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી […]

ગુજરાતના પંચાયત હસ્તકના રસ્તાઓને ઓલવેધર રોડ બનાવવા સરકારે 2609 કરોડ મંજુર કર્યા

પંચાયત હસ્તકના 4196 કિલોમીટરના1258 માર્ગોની રિસરફેસિંગ કામગીરી હાથ ધરાશે, ઉત્તર ગુજરાતમાં1609 કિલોમીટરના 487 માર્ગો રિસરફેસ કરાશે, દક્ષિણ ગુજરાતના1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો રિસરફેસ કરાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ […]

ગુજરાતના યુવાનોમાં વધતુ જતું ડ્રગ્સનું વ્યસન, 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ પકડાયુ

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ ઘૂંસાડવામાં આવે છે, NCB અને ATS દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરતી કાર્ટેલ તોડવામાં નોંધપાત્ર કામગીરી, ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારાં 2600 પેડલર્સ જ પકડી શકાયાં, અમદાવાદઃ ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે. ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સતત એલર્ટ મોડ પર છે. ત્યારે વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાથી ડ્રગ્સની જથ્થાબંધ […]

ગુજરાતના 80 જળાશયો 100 ટકા છલકાયાં, 108 ડેમ હાઈ એલર્ટ પર

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા 15માંથી 5 ગેટ બંધ કરાયા, રાજ્યમાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા, ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર અમદાવાદઃ  મધ્ય પ્રદેશમાં ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરની જલસપાટી 454.98 ફુટે પહોંચતા ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રના પરિરૂપમાં ફેરફાર કરાશે

ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ A અને B એમ બે ભાગ રહેશે, વિકલ્પ Aમાં ચિત્ર, આલેખ, ગ્રાફ, અને નકશા આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે, વિદ્યાર્થીઓને ક્ષમતા અનુસાર પ્રશ્નોના જવાબ આપવાની તક મળશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટો ફેરફાર કરવાની […]

જામનગર નજીક તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા પિતા અને બે બાળકોના મોત

ફાયરબ્રિગેડે તળાવમાંથી પિતા અને બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા, એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ, બાળકોના મૃતદેહને ભેટીને માતાનું હૈયાફાટ રુદન, પિતા-પુત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળતા લોકો મોટી સંખ્યામાં જોડાયા  જામનગરઃ  શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા […]

ભારે વરસાદને લીધે દાહોદનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા 9 ગામોને એલર્ટ કરાયા

ડેમના ઉપરવાસમાં પાણીની આવકને લીધે જળસપાટી 90 મીટરે પહોંચી ગઈ, ખાન નદીકાંઠાના 9 ગામોને એલર્ટ કરાયા, જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાં છલકાયા દાહોદઃ જિલ્લામાં સારા વરસાદને લીધે નદી-નાળા, તળાવો છલકાયા છે. જ્યારે ઉપરવાસ અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 170.84 મીટર છે. હાલની સપાટી 170.90 મીટરે પહોંચી […]

રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે જર્જરિત હાલત, કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરાયો

નવો રોડ બનાવવા માટે એપ્રિલમાં ખાતમૂહુર્ત કરાયુ છતાં કામ શરૂ કરાયુ નથી, હાઈવે પર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન, આજુબાજુના ગ્રામજનો પણ કોંગ્રેસની લડતમાં જોડાયા રાજકોટઃ ચોમાસાને લીધે રાજ્યના નેશનલ અને સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત બની છે. ત્યારે રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ નજીક હાઈવેને  27 કરોડના […]

GSFCના 100 કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન આપી છૂટા કરી દેતા વિરોધ

પગારથી વંચિત કર્મચારીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ, કર્મચારીઓના 12 દિવસથી ધરણાં છતાં ઉકેલ નહીં, કર્મચારીઓના કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી છૂટા ન કરવામાં આવે તેવી રજૂઆત વડોદરાઃ જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છુટા કરી દેતા કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી ધરણા કરી રહ્યા છે. કંપનીએ ગત ફેબ્રુઆરીથી પગાર આપવાનું બંધ […]

સુરતમાં અમરોલી વિસ્તારમાં નેઈલ પોલીશના કારખાનામાં આગ, વોચમેનનું મોત

આગ લાગ્યાની જાણ થતાંજ ફાયરનો કાફલો દોડી ગયો, ફાયર વિભાગે 6 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, નેઇલ પોલીશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ, સુરતઃ શહેરના છેવાડે આવેલા અમરોલી વિસ્તારમાં ન્યૂ કોસાડ રોડ પર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેઇલ પોલીશના કારખાનામાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code