1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં ગણતંત્ર દિવસની દેશભક્તિના માહોલમાં ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી અર્પી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક દિવસીય ફ્રી મેડિકલ […]

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  […]

દેશમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા 34ને પદ્મશ્રી પુરસ્કાર, ગુજરાતના યેઝદી માણેકશા ઈટાલિયાનો સમાવેશ

નવીદિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય એવા 34 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાંથી સિકલસેલના ક્ષેત્રે કામ કરનારા વૈજ્ઞાનિક યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે.  પદ્મશ્રી એવોર્ડ મેળવનારાઓમાં પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ, આદિવાસી કાર્યકર્તા જાગેશ્વર યાદવ, જનજાતીય પર્યાવરણવિદ્ […]

વડોદરા બોટ દૂર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ રાજસ્થાનથી પરત આવતા પકડાયો,

વડોદરાઃ શહેરમાં થોડા દિવસ પહેલા હરણી લેકમાં બોટ ઊંધી વળી જતાં શાળાના 12 બાળકો સહિત 14ના મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ વડોદરા દોડી આવ્યા હતા.આ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોટીયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત ગોટીયા અને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ સહિત 8  શખસોની […]

બનાસકાંઠામાં રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણાના પાકમાં ભૂકી છારો નામના રોગથી ખેડુતો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનને લીધે ખેડુતો સવારથી સીમ-ખેતરોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રાસા પાકની ખેડુતો આશા રાખી રહ્યા હતા ત્યાં જ રાઈ, જીરૂ, વરિયાળી અને ધાણા સહિતના પાકમાં ભૂકી છારો નામનો રોગચાળો વકરતા ખેડુતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત છે. ખેડુતો પાકને બચાવવા […]

કડીમાં 2151 ફુટના તિરંગા સાથે યાત્રામાં ભરત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ સર્જાયો

ગાંધીનગરઃ કડીમાં 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો ગુંજી ઊઠ્યા હતા. આમ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તિરંગા યાત્રા પસાર થતાં નાગરિકો જોડાયા હતા. શહેરમાં 10 કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં […]

ગાંધીનગરના કોબા સર્કલ પાસે હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરથી આધેડ વ્યક્તિનું મોત

ગાંધીનગરઃ હાઈવે પરના કોબા સર્કલ નજીક હીય એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહને એક રાહદારી આધેડને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી હંકારી રોડ ક્રોસ કરતાં 55 વર્ષીય આધેડને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં ઈન્ફોસિટી પોલીસે […]

રાજકોટમાં વાહનો પર લગાવાતી LED લાઈટ સામે RTOની ડ્રાઈવ, વાહનચાલકોને 23000નો દંડ ફટકાર્યો

રાજકોટઃ  ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રીના સમયે સૌથી વધુ અકસ્માતોના બનાવો બને છે. ઘણા વાહનો પર આંખોને આંજી દેતી એલઈડી લાઈટો લગાવવામાં આવી હોય છે. તેથી સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતાં અકસ્માતોનો ભોગ બનતા હોય છે. આથી રાજકોટ RTOની ટીમ દ્વારા ગત રાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાતા LED લાઈટ લગાવીને જતા […]

ભાજપનું લોટસ ઓપરેશન, અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનું રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ફરીવાર પક્ષ પલટાંની મોસમ શરૂ થઈ છે. જેમાં ભાજપ દ્વારા તો ઓપરેશન લોટસને સફળ બનાવવા સત્તવાર કમિટી પણ બનાવી છે. વિપક્ષના સભ્યોને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધરાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વાઘેલા થોડા દિવસોમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. […]

અમદાવાદમાં 8 મહાપાલિકાના કમિશનર અને મેયર વચ્ચે T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શનિવારથી યોજાશે

અમદાવાદઃ શહેરમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાતની અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરની ક્રિકેટ ટીમો વચ્ચે T-20 ડે-નાઈટ ટુર્નામેન્ટનો તા.27મીને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવાશે. આઠેય મહાનગરપાલિકાના મેયરો વચ્ચેની મેચો નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ્યારે કમિશનરોની ટીમની મેચો ગુજરાત કોલેજના એલિસબ્રિજ ‘B’ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ઓલ ગુજરાત ઇન્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code