1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો
તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

0
Social Share

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.

જોકે આ તરબુચ સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે જો તમને તરબૂચ ખરીદતા ન આવડતું હોય તો… માર્કેટમાં કેમિકલથી પકાવેલા તરબૂચ પણ મોટી માત્રામાં વેચાતા હોય છે. આવા તરબૂચ ખાવાથી ફુડ પોઈઝનિંગથી લઈને ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેથી તરબૂચ લેવાનું હોય ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી. જો તમે તરબૂચ લેવાની ખાસ ટ્રીક જાણી લેશો તો તમે પણ તરબૂચને હાથમાં લઈને જ કહી દેશો કે તરબૂચ મીઠું છે અને લાલ છે કે નહીં. તો હવે પછી જ્યારે પણ તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ વાતોને ધ્યાનમાં લેજો.

તરબૂચનો રંગ
તરબૂચના રંગ પરથી તમે મોટાભાગે જાણી લેશો કે તરબૂચ પાકેલું છે કે નહીં. જ્યારે પણ તમે તરબૂચ ખરીદવા જાવ ત્યારે તરબૂચના રંગને ધ્યાનથી જોવો. જો તરબૂચનો રંગ ડાર્ક ગ્રીન હોય તો સમજી લેવું કે તે કુદરતી રીતે પાકેલું છે.

તરબૂચનો આકાર
તરબૂચ એવું ફળ જ હોય છે જેનો કોઈ એકસરખો આકાર નથી હોતો. જ્યારે તમે તરબૂચ કરી દો તો ધ્યાનમાં રાખો કે કોઈપણ જગ્યાએથી ફાટેલું કે દબાયેલું તરબૂચ ન હોય.

વજન
વજનમાં 96% સુધી પાણી હોય છે. પરંતુ આ રસ તરબૂચમાં ત્યારે જ આવે છે જ્યારે તે સારી રીતે પાકેલું હોય. જ્યારે તમે તરબુચ ને હાથમાં ઉઠાવો તો ધ્યાન આપો કે તેનું વજન વધારે હોય. એટલે કે તરબૂચ સાઈઝ કરતાં પણ વધારે ભારે લાગતું હોય તો સમજી લેવું કે તરબૂચ સારી રીતે પાકેલું છે અને તે રસદાર છે

નિશાન
જે તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય છે તે તરબૂચ પર ક્યાંક ને ક્યાંક પીળું નિશાન પડી જાય છે. પરંતુ જો કેમિકલથી પકાવેલું તરબૂચ હશે તો તે આખું લીલા કલરનું હશે. પછી હંમેશા આ વસ્તુને ચેક કરીને તરબૂચ ખરીદવું.

અવાજ
તરબૂચને હંમેશા લોકો થપથપાવીને લેતા હોય છે. તેનું કારણ છે કે તરબૂચ જ્યારે સારી રીતે પાકી જાય છે તો તેનો અવાજ ખાસ પ્રકારનો હોય છે. જ્યારે પણ તરબૂચ ખરીદો ત્યારે તેની ચારે તરફ હથેળીથી હળવા હળવા હાથે થપથપાવો. જો તરબૂચમાંથી બોદો અવાજ આવે એટલે કે ભદભદ જેવો અવાજ આવે તો સમજી લેજો કે તરબૂચ પાકેલું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code