1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું

મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું ગાંધીનગરઃ  જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું. પુન્દ્રાસણ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]

ભાવનગરના ઘોઘામાં ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડ્યા, બે બાળકોના ડુબી જતા મોત

સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને એક બાળકને બચાવી લીધો, ત્રણ બાળકો રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હતા, પોલીસે બન્ને બાળકોની મૃતદેહને પીએમ માટે માકલીને તપાસ હાથ ધરી ભાવનગરઃ દરિયા કાંઠે આવેલા ઘોઘામાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાયા છે. દરમિયાન શહેરમાં આડી સડક પાસે પાણીના ટાંકી પાસે બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળકનો પગ […]

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]

રાજકોટ શહેર – જિલ્લામાં સ્ટેપ ડ્યુટીની ચોરી પકડવા ઝૂબેશ, 1.07 કરોડનો દંડ કરાયો

દરેક વિસ્તારના જંત્રી દર નક્કી છતાં સ્ટેમ્પ ડ્યુટી બચાવવા છટકબારી, રાજકોટ શહેર-જિલ્લાના 18 લોકોએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરતા ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી, સ્ટેમ્પ ડ્યુટી વધુ ન ભરવી પડે તે માટે દસ્તાવેજમાં ઓછું બાંધકામ બતાવ્યું રાજકોટઃ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક મિલકધારકો પોતાની મિલ્કતોનું ઓછું […]

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]

આસારામને હાઈકોર્ટમાંથી રાહત, કામચલાઉ જામીન લંબાવાયા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી હતી. તેમના કામચલાઉ જામીન 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા હતા. તેઓ આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અરજીની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ ઈલેશ વોરા અને સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે આસારામના કામચલાઉ જામીન ત્રણ મહિનાથી લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે મંજૂર કરવામાં […]

અમેરિકામાં રહેતા મિત શાહ સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ ઉપર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

• અભિનેત્રી નીતુ ચંદ્રા દ્વારા છેતરપિડીની ફરિયાદ કરવામાં આવી હતી • મિત શાહ અમેરિકામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, • અમરિકામાં સર્જાયેલા ડિસ્પ્યુટની અમદાવાદમાં ફરિયાદ કરી અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેત્રી/પ્રોડ્યુસર અને હોલીવુડ અભિનેત્રી મિસ. નીતુ ચંદ્રા શ્રીવાસ્તવ ધ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મિત મયંક શાહ સામે ડીસીબી પોલીસ સ્ટેશન અમદાવાદમાં કરાયેલી છેતરપીંડી અને […]

વડોદરામાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ

વડોદરાઃ વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી. શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના […]

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code