1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરી આગામી 21 અને 22 મેના રોજ હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

અખાત્રીજ: અક્ષય તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. તેને અખાતીજ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે મુહૂર્ત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિધ્ન આવતા નથી. આ […]

વિશ્વ જળસંપત્તિ દિવસ : ગુજરાત પાણી પુરવઠા વિભાગ ખેડબ્રહ્માનુ સન્માન કરવુ જોઈએ!

ખેડબ્રહ્મા : આજે તા.10 મે એટલે આજના દિવસને વિશ્વ જળસંપત્તિ દિવસ તરીકે ઉજવણી થાય છે. હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે એટલે જીવ માત્રને વધારે માત્રામાં પાણી જોઈએ જ. જ્યારે આજના દિવસને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડઁ વિવિધ સ્લોગનો દ્રારા એટલે કે “પાણીને બચાવો, પાણી તમને બચાવશે”, “પાણીના એક એક ટીપાનો કરકસરથી ઉપયોગ […]

કાજુ ટેસ્ટી હોવા ઉપરાંત હેલ્ધી પણ છે, ફાયદા ગણતા-ગણતા થાકી જશો

આપણે બધા જાણીએ છીએ કે કાજુ ખાવું સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે ટેસ્ટી હોવા ઉપરાંત હેલ્ધી પણ છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષો માટે તેના શું ફાયદા છે. કાજુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થતી નથી. પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. ઘણા નિષ્ણાતો માને છે કે કાજુમાં જોવા […]

આ ઉપાયો અજમાવી ઓછી કરો કારેલાની કડવાશ, પછી આરોગો અનેક રીતે ગુણકારી આ શાક

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો. કારેલાની […]

હેરાન કરવાવાળુ સત્ય, એક કાર બનાવવામાં ખર્ચાય છે આટલું બધુ પાણી

બેંગલુરુમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ હતી. બેંગલુરુમાં પાણીની અછતને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઓટો ઈન્ડસ્ટ્રીનું હબ બનવા જઈ રહ્યું છે. ભારતમાં આવનારા કેટલાક વર્ષોમાં કારનું મોટાપાયે ઉત્પાદન થશે. આવી સ્થિતિમાં પાણીની અછત ભારતને ઓટો સેક્ટરનું હબ બનતા અટકાવી શકે છે. જાણો શું છે આનું કારણ. • કાર […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતા કાલે તા. 11મી મેને શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતું કે, ધોરણ 10નું પરિણામ 11 મેને શનિવારના […]

અમદાવાદના એરપોર્ટથી વડોદરા જવા માટે STની AC વોલ્વો બસ સેવાનો પ્રારંભ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ પણ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી જ જતા હોય છે. અને વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ પણ  અમદાવાદ લેન્ડ થતાં હોય છે. ખાસ કરીને વડોદરા જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગે અમદાવાદ એરપોર્ટથી એસી […]

નવા શૈક્ષણિક સત્રથી શાળાઓને કાયમી શિક્ષકો નહીં મળે, જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરાશે

અમદાવાદઃ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી સામે તત્કાલિન સમયે ટેટ અને ટાટના ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી હતી. હવે જે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. તેમની મુદત પૂર્ણ થતાં કરાર ફરીવાર રિન્યું કરવાનો સરકારે નિર્ણય […]

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડિયાની શાનદાર જીત

અમદાવાદઃ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભાજપના જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફ્કોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપનો ભાજપ સામે જ જંગ ખેલાયો હતો. ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code