1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાત કોંગ્રેસ દ્વારા 11મી સપ્ટેમ્બરથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થશે

વોટ ચોરીની જેમ ખેડૂતોની જમીન ચોરી કરવાનો કારસો થઇ રહ્યો છેઃ લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસના દ્વારા સૌરાષ્ટ્રમાં સતત 7 દિવસ ખેડૂત સંમેલનો યોજાશે, બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી પણ હજુ પણ ખેડૂતોને ૫ લાખનું ધિરાણ મળ્યું નથી, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 11 સપ્ટેમ્બર 2025થી સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પડતર પ્રશ્નોના મુદ્દે “ખેડૂત અધિકાર યાત્રા”નું […]

બનાસકાંઠાના ચંડીસરમાં ફુડ અન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 5.5 ટન શંકાસ્પદ ધીનો જથ્થો જપ્ત

ફેક મનાતા ઘીના નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ મોટે મોકલાયા, ઓગસ્ટ મહિનામાં 10 જગ્યાએ રેડ કરી 46 ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરાયો હતો, ચંડીસરમાં શુદ્ધ ઘી બનાવતા એકમમાં પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો મળી આવ્યો ગાંધીનગરઃ કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ […]

અમદાવાદમાં આજે પણ મેઘાવી માહોલ રહ્યો, સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું

સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ ન જવા અપીલ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન, સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે […]

ગુજરાતઃ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 73 હજારથી વધુ પરિવારોનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર થયું

ગાંધીનગરઃ સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે […]

ગિફ્ટ સિટી ખાતે નેશનલ મોબિલિટી સમિટ-2025નું આયોજન, ભવિષ્યના પડકારો અને નવી તકો અંગે ચર્ચા કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-2025”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ […]

પાવાગઢમાં દુર્ઘટના : ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત

પાવાગઢ : પાવાગઢ ખાતે બનેલી ભયાનક દુર્ઘટનામાં ગુડ્સ રોપ વે તૂટી પડતાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. બાંધકામ માટે સામાન લાવવા-લઈ જવા માટે રાખવામાં આવેલ આ રોપ વે અચાનક તૂટી પડ્યો હતો. માહિતી મુજબ, મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે નાસભાગ મચી […]

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો : 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અંબાજી :  ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજીમાં લાખો ભક્તજનો ઉમટી રહ્યા છે. મેળાના પાંચમા દિવસે જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવાનો લાભ લીધો હતો. આ વર્ષે મેળાની વિશેષતા તરીકે સૌપ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. આ શોમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂલ અને શક્તિના પ્રતીકો સહિતની અદ્ભુત રચનાઓ રજૂ કરવામાં આવી […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 6 અને 7 સપ્ટેમ્બર,2025 દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. […]

કડાણા ડેમમાંથી અચાનક પાણી છોડાતા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગુમ થયેલા શ્રમિકો પૈકી ચારના મૃતદેહ મળ્યાં

ગાંધીનગર : મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડાતા લુણાવાડા તાત્રોલી નજીક આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એકાએક વધી જતા પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિક ફસાયા હતા. ઘટનાને 40 કલાક બાદ ચાર શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક શ્રમિકની શોધખોળ હજી ફાયર અને NDRF […]

રાજકોટ નજીક કાર પલટી ખાઈ જતા 3 વિદ્યાર્થીઓનાં મોત, 7 ઘાયલ

રાજકોટ : રાજકોટ જિલ્લાના જંગવડ નજીક એક કાર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય સાત ઘાયલ થયા છે. આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દીવ ફરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન કાર ચાલકનું સ્ટેયરિંગ પરથી કાબુ છૂટતા ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. માહિતી અનુસાર, ઇનોવા કારમાં કુલ 10 વિદ્યાર્થી સવાર હતા. અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓનાં ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code