1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં અમિત શાહ સહભાગી થયા

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 148મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. ત્યારે રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી […]

રથયાત્રામાં ગાંધી પોળ પાસે ત્રણ ગજરાજ બેકાબુ બન્યા, મહાવતે હાથી પર કાબુ મેળવ્યો

ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી, ઈન્જેક્શન આપી એક હાથીને કાબૂમાં લેવાયો, પોલીસ-સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના અપાઈ અમદાવાદ: શહેરમાં આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નથાજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી  નગરચર્યાએ નિકળ્યા છે. શહેરના પરંપરાગત માર્ગે ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ભાવિકો જગદિશના દર્શન કરવા અધિરા બન્યા છે. રથયાત્રા […]

ભગવાન જગન્નાથજી ભાવિકોને દર્શન આપવા માટે પરિક્રમાએ નિકળ્યા, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો, વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે થયાત્રાનો પ્રારંભ અમદાવાદઃ આજે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી ભાવિકોને દર્શન આપવા […]

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા

ઉમેશ મકવાણાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, મકવાણા કહે છે, હું રાષ્ટ્રીય નેતા છું, પ્રદેશ પ્રમુખ ગઢવી મને સસ્પેન્ડ કરી શકે નહીં અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણા ભાજપમાં જોડાશે એવી ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ […]

સાવરકૂંડલાના થોરડી નજીક શ્રમિક પરિવારના બાળકનો સિંહએ કર્યો શિકાર

વાડીમાં રહેતા એમપીના શ્રમિક પરિવારના બાળકને ઉઠાવીને સિંહ ઝાડીમાં ધસડી ગયો, બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા, ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી સિંહને પાંજરે પૂર્યો અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે સિંહ હુમલાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. વાડીમાં કાચુ […]

બનાસકાંઠામાં વરસાદી માહોલ, રતનપુરમાં રામેશ્વર મંદિર પર વીજળી પડી

રતનપુર ગામે મંદિર પર વીજળી પડતા શિવલિંગ સુરક્ષિત, જલધારાના પથ્થરો 200 ફુટ દૂર ઊડ્યા, યાત્રાધામ અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોસ જામ્યો છે. ત્યારે પાલનપુર શહેર નજીક આવેલા રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી […]

જામનગરમાં આંગણવાડીના તાળાં તોડી તસ્કરો ચોખા અને તેલનો ડબ્બો ઉઠાવી ગયા

નાના ભૂલકોઓ માટેની ખાદ્ય વસ્તુઓને પણ ચોર છોડતા નથી, ચોર 150 કિલો ચોખા, તેલનો ડબ્બો, ગેસની બે બોટલો વગેરે ઉઠાવી ગયા, પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ શહેરના સાધના કોલોની નજીક આંગણવાડીના તાળા તોડીને તસ્કરો નાના ભૂલકાઓ માટે રસોઈ બનાવવા રાખેલો અનાજનો જથ્થો, તેલના ડબ્બા અને ગેસના બાટલાં ઉઠાવી ગયા છે. તસ્કરો હવે નાનાં […]

સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલથી પ્રવેશની ધીમી કાર્યવાહી સામે અસંતોષ,

ખાનગી કોલેજોને લાભ ખટાવવાનો આક્ષેપ, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ જીકાસ સાથે જોડવા માગ, ખાનગી યુનિવર્સિટીઓની કોલેજોમાં એડમિશન માટે કોઇ જ નિયમોનું પાલન થતું નથી અમદાવાદઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશની ઓનલાઈન કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં બીએ, બીકોમ, બીબીએ, બીસીએ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં […]

અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે કોન્સ્ટેબલને લૂંટી લેનારો આરોપી પકડાયો

બે લુંટારૂ શખસ ચપ્પાની અણીએ 11500ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, પોલીસે આરોપી પાસેથી 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા, અન્ય ફરાર શખસની પોલીસે શોધખોળ આદરી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નર્મદા કેનાલ પાસે રોડ પર પોલીસ કોન્સ્ટેબલના બાઈક સાથે એક્ટિવા સ્કૂટર અથડાવીને ઝગડો કરીને રૂપિયા 11500ની લૂંટ કરીને બે […]

ઉપલેટામાં રેશનિંગના અનાજનો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ પકડાયું

ઉપલેટા મામલતદારે મોડી રાત્રે ખાનગી વાહનોમાં રેડ કરી, 18 લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો, એક ફ્લેટમાં પણ અનધિકૃત જથ્થો રખાતા દરોડો પાડાયો રાજકોટઃ સસ્તા અનાજની દૂકાનો પર રેશનકાર્ડધારકોને  બાયોમેટ્રિક્સ સહિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે, જેથી દૂકાનદારો બારોબાર રેશનિંગનું અનાજ ગ્રાહકો સિવાય અન્યને વેચી શકે નહી. પણ આમ છતાંયે રેશનિંગની દૂકાનોમાંથી કે પુરવઠાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code