1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના સરખેજ વિસ્તારના શકરી તળાવમાં બોટ ઊંધી વળતા 3 યુવાનોના મોત

તળાવને કાંઠે પડેલી મ્યુનિની બોટ લઈ યુવાનો તળાવમાં ગયા, ઊંડા પાણીમાં બોટ ઊંધી વળી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા, ગત રાતે ત્રણેય યુવાનોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવના કાંઠે લીલ કાઢવા માટે ઉપયોગમાં લેવાતી મ્યુનિની બોટ રેઢી પડી હતી. ત્યારે ચાર યુવાનો આવ્યા હતા. એમાં ત્રણ યુવાનો બોટમાં બેસીને […]

સુરતના આઠ ગણેશ પંડાલમાં રાત્રે તસ્કરો ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ ઉઠાવી ગયા, 2 પકડાયા

સુરતના મહિધરપુરા વિસ્તારમાં મધરાત બાદ બન્યો બનાવ, ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ, બે આરોપી પકડાયા લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ આઠ જેટલા ગણેશજીના પંડાલમાં ચાંદીની મૂર્તિઓ, દીવા અને રોકડ રકમની ચારી કરીને પલાયન થઈ જતા આ બનાવે ભાવિકોમાં રોષ ઊભો થયો છે. […]

સાતમી વખત મધુર ડેરીના ચેરમેન બન્યા શંકરસિંહ રાણા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આવેલી મધુર ડેરીના સાતમી વખત ચેરમેન તરીકે શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. આ અંગે તેઓએ આજે પોતાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. શંકરસિંહ રાણાએ કહ્યું, દેશનાં પ્રધાનમંત્રીએ પહેલી વખત સહકાર વિભાગ ની શરૂઆત કરી હતી શંકરસિંહ રાણાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહકાર વર્ષ ઉજવવવાનું નક્કી થયું છે. ગાંધીનગર જિલ્લાનું મધુર ડેરી એક યુનિટ […]

અંબાજી પદયાત્રા માર્ગ પર કચરાનાં નિકાલ માટે 100 સ્વયંસેવકોનું ગાંધીનગરથી પ્રસ્થાન

અંબાજી પદયાત્રીઓને 10 પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ અપાશે, વિવિધ ઉદ્યોગો દ્વારા 10.000 સ્ટીલ બોટલનું વિતરણ કરાશે, GPCB દ્વારા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન ગાંધીનગરઃ  લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા છેલ્લા […]

ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કની ભરતીમાં ખાનગી એજન્સીને 5 કરોડ ચુકવાશે

227 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રીયા માટે ગોલમાલનો કોંગ્રેસનો આક્ષેપ, ભરતીમાં ખાનગી કંપનીના ઇજારાથી એક જુ.કલાર્ક રુપિયા 2.23 લાખમાં પડશે, એક અરજીએ પરીક્ષા ખર્ચ પેટે રુપિયા 525નો ઇજારો આપ્યો.  અમદાવાદઃ રાજ્યની ચાર કૃષિ. યુનિ જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા 15 જુલાઇથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની કુલ […]

રાજકોટમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા મોત

બાળક પાણી ટાંકીમાં પડ્યાની પરિવારજનોને એક કલાકે જાણ થઈ, બાળક ગુમ થયો હોવાથી શોધખોળ કરતા પીણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો, માતા-પિતા માટે ચેતવણીરૂપ બનાવ રાજકોટઃ શહેરના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેતા એક પરિવારના  ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાળક પોતાના ઘરની પાણીની ટાંકીમાં પડી ગયાની […]

બારડોલીમાં કલર બનાવતી ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી, બે કામદારોના મોત

ભીષણ આગથી 15થી 20 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં, ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વધુ પ્રસરી, ફાયરના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, સુરતઃ  જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં  વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા બે કામદારોના મોત થયા હતા. જ્યારે અંદાજે 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા […]

વડોદરામાં રાજાશાહી વખતની ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત

ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ભદ્ર કચેરી ખાતે શહેર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ કાર્યરત છે, મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોક છવાયો  વડોદરાઃ શહેરના આજે સવારે જૂની ઘડી પાસે આવેલી ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. […]

કપાસના વેચાણ માટે ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ 1602ના ભાવે કપાસ ખરીદાશે

1થી 30 સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતોએ કપાસ વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે, આપના કેજરિવાલ કપાસના મુદ્દે ચોટિલામાં ખેડૂતોની સભા ગજવશે, ટેકાના ભાવે ક્યારે કપાસની ખરીદી શરૂ થશે તે તારીખ નક્કી થઈ નથી. સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ કપાસના ઉત્પાદનમાં ઝાલાવાડ પંથક મોખરે હોય છે. તેથી કપાસના ભાવની અસર જિલ્લાના ખેડૂતોને વધુ થતી હોય છે. કપાસના પોષણક્ષમ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 235 કોલેજોની જોડાણ ફીમાં વધારો કરાતા વિરોધ

યુનિવર્સિટીએ જોડાણ ફીમાં 50 ટકાનો વધારો કરતા વિદ્યાર્થીઓને ફી પણ વધશે, કૂલપતિ કહે છે, જોડાણ ફી અન્ય યુનિવર્સિટીની જોડાણ ફી કરતા ઓછી છે, 14 વર્ષથી જોડાણ ફીમાં કોઈ વધારો કરાયો નથી, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું પર્યાય બની ગઈ છે. કોઈને કોઈ બાબતે હંમેશા વિવાદ થતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26 માટે 235 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code