1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમરેલી: દરિયામાં બે બોટ ડૂબી, 8 માછીમારો લાપત્તા બન્યાં

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી ભારે પવન અને વરસાદની પરિસ્થિતિને કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે મોટો અકસ્માત સર્જાયો છે. જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર દરિયામાં બે માછીમાર બોટ ડૂબી ગઈ છે. આ ઘટનામાં કુલ 18 માછીમારો સવાર હતા, જેમાંથી 10 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 માછીમારોની શોધખોળ ચાલી રહી છે. જાફરાબાદની ‘જયશ્રી તાત્કાલિક’ […]

સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ, લૂંટારા 5 શખસો બે રિક્ષામાં થયા હતા ફરાર

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં મધરાતે 2 વાગ્યા આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા. અને ભારેખમ તિજોરીને કટરથી કાપીને 32 કરોડથી વધુના હીરા અને રોકડ રકમ ચોરીને પલાયન થઈ ગયા હતા, આ બનાવમાં તસ્કરોને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે, પોલીસને લૂંટારૂ શખસોના કેટલાક સુરાગ મળ્યા છે. કરોડો રૂપિયાના હીરાની […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટામેટા ભરેલી ટ્રક પલટી જતા 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

ટ્રક પલટી જતા ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ, ટામેટા ભરેલી ટ્રક સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ટામેટાથી ભરેલી ટ્રકને હટાવવા માટે ક્રેનની મદદ લેવાઈ વડોદરાઃ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક આજે સવારે ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. સુરતથી અમદાવાદ તરફ જઈ […]

GCERT દ્વારા રાજ્યના ધોરણ 3થી 8ના તમામ શિક્ષકોને 29 સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ

શિક્ષકોનેતાલીમ થકી NEP-2020 અને NCF-2023નું વર્ગખંડમાં થશે અમલીકરણ, બાળકોમાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે વિષયવાર આવૃત્તિઓ તૈયાર, તાલીમમાં ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ, પ્રાયોગિક અભિગમ અને ડિજિટલ સાક્ષરતા પર વિશેષ ભાર ગાંધીનગરઃ નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક 2023ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ […]

ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજાશે

વર્ષ2025માં કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ અને એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ યોજાશે, AFC U17 એશિયન કપ2026 ક્વૉલિફાયરની યજમાની અમદાવાદ કરશે, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ2029 પણ અમદાવાદમાં યોજાશે અમદાવાદઃ વ્યાપાર અને સાહસ માટે જાણીતું રાજ્ય ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ઝળકવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, જે રાજ્ય માટે ગર્વની વાત […]

ગાંધીનગરમાં TATના ઉમેદવારોનું શિક્ષણ સહાયકની ભરતી કરવાની માગ સાથે આંદોલન

છેલ્લા 10 વર્ષથી રાહ જોઈ રહેલા ઉમેદવારોએ ભરતીના બીજા રાઉન્ડની માગ કરી, 2900થી વધુ ખાલી હોલા છતાંયે શિક્ષણ સહાયકોની ભરતી કરાતી નથી, TATના મોટાભાગના ઉમેદવારોની નોકરી માટે વયમર્યાદા પૂર્ણ થવાની તૈયારીમાં છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ TAT પાસ ઉમેદવારોએ ખાલી જગ્યાઓ પર […]

આણંદમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની છરીના ઘા ઝીંકીને હત્યા

કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની બાકરોલ તળાવ પાસેથી લાશ મળી, હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, ઘટનાને પગલે DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો આણંદઃ શહેરના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા  ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે.  આજે વહેલી સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ […]

આણંદ-પેટલાદ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતાં બેના મોત

કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો, કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કઢાયા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો આણંદઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીને કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે

નદીને કાંઠે બાંધકામનો વેસ્ટ કચરો નાંખવામાં આવે છે, વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ, બેઠકમાં ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા કરાઈ વડોદરાઃ શહેરના મધ્યમાંથી પાસર થતી વિશ્વામિત્રી નદીને સાફસફાઈ કરીને ઊંડી કરવામાં આવી છે. નદીના કાંઠે બાંધકામનો વેસ્ટ કચરો ઠલવાતો હોવાથી મ્યુનિએ લાલ આંખ કરી છે. શહેરમાં કેટલાક લોકો નદીને […]

ગુજરાત હાઈકોર્ટે આસારામને 3થી સપ્ટેમ્બર સુધી આપ્યા હંગામી જામીન

આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાયો, સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી અમદાવાદઃ સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને બિમારીને કારણે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code