1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મોડાસામાં નજીક બાયપાસ હાઈવે પર માઝુમ નદીના પુલ પરથી કાર ખાબકતા 4ના મોત

ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એકનુંસારવાર દરમિયાન મોત, ચારેય યુવાનો ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, કાર 40 ફુટ ઊંચેથી નદીમાં ખાબકી, પોલીસે તપાસ હાથ ધરી મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક બાયપાસ હાઈવે પર માઝૂમ નદીના બ્રિજ પરથી કાર 40 ફુટ ઊંટે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. […]

ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, વલસાડ અને પારડીમાં 4 ઈંચ

ગત મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આજે રવિવારે 16 તાલુકામાં પડ્યો વરસાદ, ગુજરાતમાં 14મી ઓગસ્ટ બાદ ભારે વરસાદ પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમાન થયું છે. આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડમાં 4 ઈંચથી વધુ અને પારડીમાં 4 ઈંચ વરસાદ […]

અમદાવાદમાં વિશાલા-નારોલ હાઈવે પરનો શાસ્ત્રી બ્રિજ 7 મહિના માટે બંધ કરાયો

ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું, શાસ્ત્રી બ્રિજને તાત્કાલિક મરામતની જરૂર પડતા બંધ કરાયો, વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરાશે અમદાવાદઃ શહેરના નારોલ જંકશનથી વિશાલાને જોડતા હાઈવે પરના શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરિંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ  હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રિપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રિજને બંધ કરવા માટે  ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ […]

અંબાજીમાં ભારવી પૂનમ માટે 900 પદયાત્રી સંઘો અને 303 સેવા કેમ્પ નોંધાયા

ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ, સેવા કેમ્પોમાં કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે, ભાદરવી પૂનમના મેળામાં 5000 પોલીસનો બંદોબસ્ત મુકાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, મોટાભાગના યાત્રિકો પગપાળા ભાદરવી પૂનમે માતાજીના દર્શન માટે આવતા […]

ગુજરાતમાં નિવૃત રમતવીરોને સરકાર દ્વારા માસિક 3000 પેન્શન અપાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના, 50 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓને માસિક પેન્શનનો લાભ મળશે, રમતવીરોએ રાષ્ટ્રકક્ષાએ રમતોમાં ભાગ લીધો તે પેન્શનને પાત્ર ગણાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ […]

ગાંધીનગરમાં SRP જવાનો માટેના ક્વાટર્સ ખાલી કરાવવાના આયોજનમાં હવે વિલંબ થશે

SRPનું મગોડી ખાતે હેડ ક્વાર્ટર તૈયાર નહીં હોવાથી આ આયોજન અટવાઇ ગયું, 1200 આવાસ ગણતરીના સમયમાં ખાલી થાય તેવું આયોજન હતું, પાટનગરમાં સરકારી આવાસો માટે 5થી 6 હજાર જેટલી પ્રતિક્ષા યાદી ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોની અનેક કચેરીઓ આવેલી છે. અને સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવતા હોય છે. હાલ […]

ગોહિલવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પાક માટે પાણીની જરૂર છે, ત્યારે જ મેઘરાજા રિસાયા, આકાશમાં વાદળો ગોરંભાય છે પણ વરસાદ પડતો નથી, મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ભાવનગરઃ લાંબા વિરામ બાદ ગઈ મઘરાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું છે, પણ હજુ ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ હતું, હાલ મૌલાત ઉગીને બહાર નીકળી […]

રાજકોટમાં જન્માષ્ટમીના 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા યાંત્રિક રાઇડ્સની ચકાસણી કરાઈ, શૌર્ય સિંદૂર મેળાની ઓળખ અને થીમને વધુ આકર્ષક બનાવશે, લોકમેળામાં 34 જેટલી યાંત્રિક રાઇડને મંજુરી અપાઈ રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વે સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાશે. જેમાં સૌથી મોટો ગણાતો રાજકોટના રેસકોર્સ પર યોજાતા 5 દિવસીય મહામેળાને શૌર્યનું સિંદૂર નામ અપાયું […]

વડોદરા શહેરમાં 15મી સપ્ટેમ્બરથી હેલ્મટના કાયદાનું કડકાઈથી પાલન કરાવાશે

વડોદરા પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની જાગૃતિનું અભિયાન શરૂ કરાયું, હેલ્મેટ નહી પહેરનારા વાહન ચાલકો સામે ઝીરો ટોલરન્સથી કાયદાનું પાલન કરાવાશે, પોલીસ દ્વારા હેલ્મેટ માટે સઘન ઝૂંબેશ શરૂ કરાશે વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. મોટાભાગના દ્વીચક્રી વાહનો અકસ્માતમાં રોડ પર પટકાતા માથામાં ઈજા થવાથી મોતને ભેટતા હોય છે. ત્યારે દ્વીચક્રી વાહનચાલકોને સુરક્ષા માટે […]

ડભોઈમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, 25 લોકોને બચકા ભર્યા, 10ને હોસ્પિટલ ખસેડ્યા

ડભોઈમાં વધતો રખડતા કૂતારાનો ત્રાસ, હડકાયા કૂતરાએ 3 કલાકમાં 25 લોકોને બચકા ભર્યા, નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ડોગ સામે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ વડોદરાઃ જિલ્લાના ડભોઇ શહેરમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. અને હડકાયા કૂતરાએ માત્ર 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા નાસભાગ મચી હતી. આતંક મચાવનારા હડકાયા કૂતરાના હુમલાનો ભોગ બનેલા 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code