1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

થાનગઢમાં રતનપર ગામે કોલસાનું ગેરકાયદે ખનન પકડાયુ, ચાર કૂવા સીલ કરાયા

ચોટિલાના પ્રાંત અધિકારીએ ટીમ સાથે પાડ્યો દરોડો, 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, 60 શ્રમિકોને કૂવામાં જોખમી કામ ન કરવા પ્રાંત અધિકારીએ સુચના આપી સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન પકડાયુ છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા માટેના ચાર કૂવાઓ સીલ કરવામાં આવ્યા […]

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ

ભાવફેર આપવામાં આવે તો સરકાર અને ખેડૂતો બન્ને માટે ફાયદારૂપ વિકલ્પ, ભાવનગરના ખેડૂતોએ કૃષિમંત્રીને કરી રજુઆત, રાજ્યમાં 66 લાખ ટનથી વધુ મગફળીના ઉત્પાદન થવાની ધારણા ભાવનગરઃ સરકારે ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. અને તેના માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે […]

અમદાવાદમાં બે લાખ રિક્ષાની નોંધણી કરીને સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

પ્રવાસીઓ જોઈ શકે તે રીતે રિક્ષાના આગળ-પાછળ સ્ટીકર લગાવાશે, રિક્ષામાં વૃદ્ધ પ્રવાસીઓ અને મહિલા સાથે લૂંટના બનાવ બનતા નિર્ણય લેવાયો, રિક્ષાની નોંધણીનું કામ 15 દિવસમાં પુરી કરવા સુચના અપાઈ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓની નોંધણી કરવામાં ફરમાન કર્યું છે, શહેરમાં દોડતી બે લાખ જેટલી […]

રાજુલાની ધાતરવાડી નદીમાં ડૂબી ગયેલા ચાર યુવાનોના મૃતદેહ શોધખોળ બાદ મળ્યા

ચારેય યુવાનો ધાતરવાડી નદીમાં નહાવા માટે ગયા હતા, ત્રણ દિવસ બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળ્યા, મૃતકોમાં ત્રણ સગા ભાઈનો સમાવેશ અમરેલીઃ  જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા છેલ્લા ત્રણ દિવસથી અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની […]

જામનગર નજીક હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બોલેરોની અડફેટે મોત

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે બન્યો બનાવ, પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, જામનગરઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર નજીક હાઈવે પર કનસુમરા પાટીયા પાસે બોલેરો કારે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવમાં પોલીસે બોલેરો કારના ચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ […]

માંડવીથી દૂબઈ જતું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મિભૂત, 16 ખલાસીઓનો બચાવ

જહાજના એન્ડિનમાં ટર્બો ફાટવાને લીધે આગ ફાટી નિકળી હતી, જીવ બચાવવા ખલાસીઓ દરિયામાં કૂદી ગયા, સ્થાનિક કોસ્ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવી લીધા ભૂજઃ માંડવીનું એક જહાજ દૂબઈ જઈ રહ્યુ હતું ત્યારે સોમાલિયા પાસે મધ દરિયે જહાજમાં આગ લાગતા જહાજ ભસ્મીભૂત થઈ ગયું હતુ. સદભાગ્યે, જહાજ પર સવાર તમામ 16 ખલાસીઓનો  બચાવ થયો હતો, પરંતુ કરોડો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા 11મી નવેમ્બરથી લેવાશે

કેટલાક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા 19મી નવેમ્બરથી લેવાશે, પરીક્ષાઓ બે શિફ્ટમાં યોજાશે, સવારે 10:30થી અને બપોરે 2:30થી પરીક્ષા લેવાશે, ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મળશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થતાં અન્ડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-3ની પરીક્ષાઓ લેવાશે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ […]

રાજકોટમાં R&Bના અધિકારી 50.000ની લાંચ લેતા પકડાયા, ત્રણ સામે ACBએ ફરિયાદ નોંધી

રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી, રકઝકના અંતે 50 હજારની લાંચ લેવાનું નક્કી કર્યુ હતુ, લાંચના છટકામાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા રાજકોટઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. કેટલાક લોકો ફરિયાદ કરવાનું ટાળીને લાંચ આપી દેતા હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોય […]

વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરતા 3 કર્મચારીઓને કરંટ લાગ્યો, એકનું મોત

વીજ થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી હાઈટેન્શન લાઈનના વાયરને અડી ગઈ, બે કર્મચારીઓને વીજ કરન્ટથી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો, વડોદરાઃ શહેરના વાઘોડિયામાં સ્ટ્રીટ લાઈટ રિપેર કરવાની કામગીરી દરમિયાન થાભલા પર ચડવા માટેની ઊંચી સીડી 11 કેવીની હાઈ-ટેન્શન લાઈનને અડી જતા ત્રણ વીજકર્મીઓને વીજ […]

સુરતમાં નબીરાઓએ રાતે લકઝરી કારોમાં રેસ લગાવીને આતશબાજી કરી, 4ની ધરપકડ

કારના સમરૂફમાંથી બહાર નીકળીને આતશબાજી કરી, પોલીસે ચાર મોંઘી કારો પણ જપ્ત કરી, વીડિયો વાઇરલ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રાતના સમયે નબીરાઓએ બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી.  એક યુવકે કારના સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code