1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વાવ પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બળાત્કારીને ઝડપી લીધો

વાવ, 12 જાન્યુઆરી 2026:  પોલીસે બળાત્કારી યુવાનને પકડી પાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. મહિલા પીઆઇએ ઇન્સ્ટાગ્રામ પર આરોપીના આઈડી પર એક સ્ત્રી મિત્ર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. અને આરોપી સાથે વાતચીત શરૂ કરી અને તેને વિશ્વાસમાં લીધો. સતત વાતચીત બાદ આરોપીને થરાદ રેફરલ હોસ્પિટલ પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો. અને બળાત્કારી કેસના […]

ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ પ્લાઝાનું સર્વર ઠપ થતાં 4 કિમી સુધી વાહનોની લાઈનો લાગી

સુરેન્દ્રનગર, 12 જાન્યુઆરી 2026:    કચ્છ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર ધ્રાંગધ્રા નજીક સોલડી ટોલ પ્લાઝા પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અને સર્વર ઠપ્પ થઈ જતા ટોલપ્લાઝાના બેરીકેટ ખૂલી શક્યા નહતા. તેના કારણે હાઈવે પર 4 કિમી સુધી લાંબી લાઈનો લાગી હતી. ટોલપ્લાઝા પર સર્વર ઠપ થાય ત્યારે વાહનોને પસાર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. […]

ભાવનગરમાં વીજ વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગ્યો, એકનું મોત

ભાવનગર, 12 જાન્યુઆરી 2026:  શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી […]

આઈ લવ ઈન્ડિયા સહિત પતંગોમાં અવનવી વેરાઈટી, પતંગ-દોરીની નીકળી ધૂમ ખરીદી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ઉત્તરાણને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે પતંગ અને દોરીની ધૂમ ખરીદી નીકળી છે. પતંગ પર્વને લઈને બાળકો-યુવાનો સહિતનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે પતંગરસિયાઓમાં પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓ બજારમાં ખરીદી કરી રહ્યા છે. જોકે આ વખતે પતંગ અને દોરીના […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવ્યાં, નલીયા 6 ડિગ્રી, આબુમાં બરફના થર જામ્યા

 અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા ટાઢાબોળ પવનને લીધે તિવ્ર ઠંડી અનુભવાય રહી છે. ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. કચ્છના નલિયા 6  ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો લોકોએ […]

વડોદરામાં નશામાં ધૂત મહિલાએ પૂર ઝડપે કાર દોડાવતા સર્જાયો અકસ્માત

વડોદરા,12 જાન્યુઆરી 2026:  શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલા સારાભાઈ કેમ્પસમાં એક મહિલા કારચાલકે નશામાં ધૂત હાલતમાં ફુલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને દીવાલ સાથે કાર અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી […]

લગ્નની લાલચ આપીને યુવાનોને ફસાવતો લૂંટેરી દુલ્હનનો સૂત્રધાર પકડાયો

વડોદરા, 12 જાન્યુઆરી 2026:  સમાજમાં કન્યા ન મળતી હોય એવા લગ્નવાંચ્છુ યુવાનો અને તેના પરિવારને શોધીને ઠગ ટોળકી કન્યા બતાવીને યુવાનના લગ્ન કરાવી દેતા હતા. ત્યારબાદ નવોઢા બનીને આવેલી યુવતી પ્લાન મુજબ ઘરમાંથી સોનાના ઘરેણા અને રોકડ રકમ લઈને નાસી જતી હતી. રાજ્યમાં આવા બનાવો વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 […]

સુરતમાં 5.03 લાખની નકલી નોટ્સ સાથે રત્ન કલાકારને SOGએ ઝડપી લીધો

સુરત, 12 જાન્યુઆરી 2026:  હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે એક રત્નકલાકારે શોર્ટ રસ્તે રૂપિયા કમાવવા જતા પકડાઈ ગયો છે. રત્નકલાકાર રૂપિયા 500ના દરની નકલી નોટો વટાવવા જતા પોલીસ (SOG)એ ઝડપી લીધો હતો. પોલીસે રત્નકલાકારની જડતી લેતા તેની પાસેથી 5.03 લાખની નકલી નોટો મળી આવી હતી. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષથી સ્થાયી થયેલા અને […]

સિનિયર સિટિઝનોને સાયબર માફિયાથી બચાવવા પોલીસે 35 બેન્કો સાથે ટાઈઅપ કર્યું

 અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:  શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હોય છે. તેથી  સિનિયર સિટિઝનોને સાયબર માફિયાઓથી બચાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં 35 જેટલી બેન્કો સાથે ટાઈઅપ કરીને નોડલ ઓફિસરો સાથે એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. અને બેન્કના સ્ટાફને સૂચના […]

અમદાવાદમાં રાત્રે અંબિકા એસ્ટેટમાં લાગેલી આગમાં બે શ્રમિકો ઊંઘમાં જ ભડથું થઈ ગયા

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026:   શહેરના નરોડા રોડ પર મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં ઘરઘંટી બનાવતી એક કંપનીમાં ગઈ રાત્રે આગ લાગતા ફાયર ફાયટરો દોડી ગયા હતા. કંપનીમાં લાકડાના સામાનની સાથે પ્લાયવૂડ હોવાથી ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. અને આગ જોતજોતામાં બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code