1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગરમાં પાણીના મીટર રીડિંગ મટિરિયલ્સની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા

પાણીના મીટર પ્લાસ્ટીકના હોવાથી વારંવાર બંધ પડવા કે બગડવાની શક્યતા, પાણીની પાઇપ લાઇનમાં વાલ્વ પણ પ્લાસ્ટીકનો નાંખવામાં આવ્યો છે, કર્મચારીઓ પાણીના મીટરનું ઓફિસમાં બેઠા બેઠા રિડિંગ કરી શકશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને મીટરથી 24 કલાક પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે. લોકોને ચોવીસ કલાક પાણી આપવા માટે પાઇપ […]

ભાવનગરના શેત્રૂંજી ડેમના 59 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ કરાયા

અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની, ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા, શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા […]

વડોદરામાં નિવૃત કર્મચારીને લાઈફ પોલીસીમાં વધુ લાભની લાલચ આપીને 43 લાખ પડાવ્યા

43 લાખની ઠગાઈની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ, વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની નિવૃત કર્મચારીનો સંપર્ક હતો, સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી વડોદરાઃ શહેરમાં ભણેલા-ગણેલા લોકો લાલચમાં આવીને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં એક નિવૃત કર્મચારીને લાઈફ પોલીસીમાં વધુ લાભની લાલચ આપીને ઠગ ટોળકીએ રૂપિયા 43 […]

ઉકાઈ ડેમમાંથી 1,33 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીમાં પૂરની સ્થિતિ

ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 07 ફૂટ દૂર, તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, સુરત શહેરના વિયર-કમ-કોઝવેની સપાટી પણ ભયજનક બની, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનકની નજીક પહોંચી છે. હાલ ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું […]

સુરતના જવેલર્સમાંથી મહિલા કર્મચારી અને તેના પતિએ 2.05 કરોડની ચોરી કર્યાની ફરિયાદ

મહિલા કર્મચારી છેલ્લા દોઢ વર્ષથી જ્વેલર્સમાંથી દાગીના ચોરતી હતી, ઉમરા પોલીસે મહિલા કર્મચારી અને તેના પતિને પકડવાની તજવીજ હાથ ધરી, મહિલા કર્મચારીએ વિશ્વાસ સંપાદન કરી કટકે કટકે 1700 ગ્રામ દાગીનાની ચોરી કરી, સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીએ તેના પતિ સાથે મળીને લાંબા સમયગાળા દરમિયાન 2,05,10,500ની […]

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભંગ પડ્યો

ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા, તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી, આજે વરસાદ પડશે તો ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. જેમાં શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર વરસાદના પાણી ભરાય જતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને […]

પાળિયાદના સાકરડી ગામ પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત

રોડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ અથડાઈ, રાણપુરની રત્નકલાકાર મહિલાઓ ધાર્મિક પ્રવાસેથી પરત ફરી રહી હતી, અકસ્માતમાં 20ને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા બોટાદઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામ નજીક હાઈવે પર આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક […]

સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે સાતમે માળેથી પટકાતા બે શ્રમકોના મોત

હોર્ડિંગ લગાવતી વખતે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો, ત્રણ શ્રમિકો સાતમા માળેથી પડ્યા, પોલીસ અને મ્યુનિએ હાથ ધરી તપાસ અમદાવાદઃ શહેરના સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજ-2ના 7 માળ પરથી 3 શ્રમકો પટકાતા બેના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વીજ થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો હતો અને […]

રૂપાલમાં વરદાયિની માતાજીની તા. 30મીને મંગળવારે રાત્રે 12 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના બાદ તૈયારીઓની સમીક્ષા કરી, પલ્લીમાં હજારો ટન ઘીનો અભિષેક થશે, પલ્લી રૂપાલ ગામના 27 ચકલાઓમાંથી પસાર થઈને વહેલી સવારે મંદિરે પરત ફરશે, ગાંધીનગરઃ  જિલ્લાના રૂપાલ ગામમાં સ્થિત સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે નવરાત્રિના નોમના દિવસે પરંપરાગત પલ્લી યાત્રા નીકળશે.  પરમ દિવસે એટલે કે, તા. 30 સપ્ટેમ્બરના […]

ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

નવરાત્રિના ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી, મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી, ગામડાંઓમાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજળીના થાંભલા પણ તૂટ્યા, અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે વધુ મહેમાનગતિ માણી છે. અને નવરાત્રીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 90થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું ફુકાયુ છે. જેમાં નવસારી અને વલસાડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code