1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કર્ણાટકના વેપારીને ઠગનાર આરોપીના ઘરેથી 3 કિલો નકલી સોનું અને ફેક ચલણી નોટો મળી

આરોપીઓ સસ્તા ભાવે સોનું અને લોન આપવાની લાલચ આપીને લોકોને ઠગતા હતા, સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ રૂ.92 કરોડ પડાવી લીધા હતા, ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસની દોડધામ વડોદરાઃ શહેરમાં ફાયનાન્સ ફર્મ ખોલીને લોકોને સસ્તુ સોનું અને લોન આપવાના બહાને ઠગતી ટોળકી સામે રૂપિયા 4.92 કરોડના ફ્રોડની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ […]

સુરતમાં જ્વેલર્સની દૂકાનમાં બાકોરૂ પાડીને ચોર 1.96 લાખની મત્તા ઉઠાવી ગયા

જ્વેલર્સના માલિકે બાજુના દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોરીનો બન્યો બનાવ, તસ્કરો કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સ દુકાનમાં ઘૂસ્યા હતા, સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ ‘ભાવના જ્વેલર્સ’માં પ્રવેશીને સોના-ચાંદીના ઘરેણાંની ચારી કરી હતી. ચોરીના આ બનાવમાં જ્વેલર્સ શોપના […]

શિયાળામાં સસ્તા મળવા જોઈએ તેના બદલે શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો

શાકભાજીના વેપારીઓ માવઠાને લીધે શાકભાજીની આવક ઘટી હોવાનું કહી રહ્યા છે, 70 રૂપિયે કિલો મળતા રિંગણાના ભાવ 150એ પહોચ્યા, લગ્નગાળાને લીધે શાકભાજીની માગમાં પણ થયો વધારો અમદાવાદઃ શિયાળામાં શાકભાજીના ભાવ સામાન્ય હોય છે. તેના બદલે હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ માવઠાને લીધે ઓછું ઉત્પાદન થવાના કારણે તુવેર, વાલોળ, ચપટા, ગાજર, […]

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

બગોદરા-બાવળા-સનાથળ સુધી હાઈવે પર ખાડાને લીધે થતો ટ્રાફિકજામ

અમદાવાદ-રાજકોટ સિક્સ-લેન હાઇવેનું કામ વર્ષોથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, સનાથલથી બગોદરા સુધીના પટ્ટામાં સર્વિસ રોડ, ગટર લાઇન અને પુલના કામો અધૂરા, હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેને સિક્સ લેન બનાવવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યુ છે. કામ ક્યારે પૂર્ણ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજીબાજુ […]

મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બિમાર કર્મચારીઓને વર્કલોડથી મુક્તિ આપોઃ કોંગ્રેસ

વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું, BLOની કામગીરી દરમિયાન મૃત્યુ માપેલા કર્મચારીઓના પરિવારને નોકરી-સહાય આપવા માગણી, વડોદરાઃ ગુજરાતમાં મતદાર સુધારણા (SIR)નું કામ ચાલી રહ્યું છે. જેમાં બીએલઓ અને સહાયક બીએલઓની કામગીરી શિક્ષકો સહિત કર્મચારીઓને સોંપવામાં આવી છે. શિક્ષકોએ તો શાળાઓમાં ભણાવવાની કામગીરી બાદ બીએલઓ તરીકેની કામગીરી કરવી પડે છે. કામના અસહ્ય ભારણને લીધે શિક્ષકો […]

ગુજરાતમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાઓમાં₹ 10 કરોડથી વધુનું વેચાણ, બે મહિનામાં સ્વદેશી મેળાઓની50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું […]

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા યુવાને કર્યો આપઘાત

પોલીસ સ્ટેશનના ચોથા માળેથી પડતુ મુકી યુવાને કર્યો આપઘાત, પોલીસની હાજરીમાં યુવાન ચોથા માળે ટેરેસ પર કેમ ગયો તે અંગે સવાલો ઊઠ્યા, પોલીસ સ્ચટેશનમાં ઘટના બનતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા સુરતઃ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. ચાર માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. ચોથા […]

જામનગરમાં રેલવે સ્ટેશન પર રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો

રિક્ષાચાલકોને પોલીસ હોવાનુ કહીને મફત મુસાફરી કરતો હતો, રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપતો હતો, અસલી પોલીસે યુવાનને રોકીને પૂછતાછ કરતા ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો જામનગરઃ શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે નકલી પોલીસને રોફ મારતા પોલીસે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની એવો શખસ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code