1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]

SVPI એરપોર્ટ પર રોબોર્ટથી ઈન્ટેલીજન્ટ સફાઈ કામકાજનો પ્રારંભ

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.  અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો […]

માટલાનું પાણી પીતા સમયે ભૂલથી પણ ના કરો આ ભૂલ, સ્વાસ્થ્યને થઈ શકે છે મોટુ નુકશાન

ઉનાળાના પ્રારંભ સાથે પાણીની તરસ પણ વધારે લાગે છે. બીજી તરફ ઉનાળાના ગરમીના દિવસોમાં હવે મોટાભાગના લોકો ફ્રીઝની જગ્યાએ માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. ત્યારે માટલામાંથી પાણી પીતી વખતે અજાણતા થયેલી ભૂલો પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. • માટલાનું પાણી પીતા સમયે ના કરો આ ભૂલો પાણી નિકાળવા માટે હેન્ડલવાળા વાસણનો […]

અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે

અમદાવાદઃ શહેરમાં એપ્રિલમાં ગરમીનો પારે 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. તાપમાનમાં વધારો થતાં જ શહેરમાં બપોરના ટાણે રોડ-રસ્તાઓ પરના ટ્રાફિકમાં ઘટાડો થયો હોય છે. અસહ્ય ગરમીને કારણે કામ વિના લોકો ઘરની બહાર નિકળતા નથી, પરંતુ રોડ પરના ચાર રસ્તાઓ પર બપોરના ટાણે જ્યારે સિગ્નલો બંધ હોય ઊભા રહેવાને લીધે દ્વીચક્રી વાહનચાલકો અસહ્ય ગરમીમાં શેકાય […]

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યાં હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. દરમિયાન મંદિરના સિક્યુરિટી જવાનો અને પોલીસે ટોળાંને શાંત પાડીને છૂટા પાડ્યા […]

વાપી હાઈવે પર કેરી ભરેલી ટ્રકે પલટી ખાધી, લોકોએ કેરીની લૂંટ ચલાવતા સર્જાયો ટ્રાફિક જામ

વલસાડઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે સતત 24 કલાક ધમધમતો રહે છે,  હાઈવે પર અકસ્માતો પણ સર્જાતા હોય છે. દરમિયાન વાપી-વલસાડ વચ્ચે બલીઠા પાસે હાઈવે પર 12 ટન કેરી ભરેલો ટ્રક પલટી જતાં હાઈવે પર કેરીઓના ઢગલાં થયા હતાં.જેની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતાં જ કેરીઓ લેવા માટે દોટ મુકી હતી. અને લોકોએ કેરીઓની લૂંટ ચલાવી હતી, […]

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને કરવેરાની આવકમાં સારોએવો વધારો થયો છે. વર્ષ 2023-24ની એટલે કે ગયા એપ્રિલથી માર્ચ સુધીમાં એક વર્ષમાં મ્યુનિને કરવેરાની રૂપિયા 265 કરોડની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા બાકી કરવેરાની વસુલાત માટે ઝૂંબેશ આદરવામાં આવી હતી. તેમજ રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. તેને […]

રાજકોટ યાર્ડ ચણા, ધાણા, ઘઉં સહિતની આવકથી ઊભરાયું, આજથી હરાજીનો પ્રારંભ થશે

રાજકોટઃ હોળી અને ધૂળેટીના તહેવારો અને માર્ચ એન્ડિંગને લીધે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સમાં સપ્તાહનું વેકેશન રહ્યા બાદ 1લી એપ્રિલથી તમામ યાર્ડ્સમાં કામકાજ શરૂ થયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code