1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષમાં કરવેરાની 365 કરોડની આવક, કરદાતાઓમાં પણ થયો વધારો

0
Social Share

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને કરવેરાની આવકમાં સારોએવો વધારો થયો છે. વર્ષ 2023-24ની એટલે કે ગયા એપ્રિલથી માર્ચ સુધીમાં એક વર્ષમાં મ્યુનિને કરવેરાની રૂપિયા 265 કરોડની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા બાકી કરવેરાની વસુલાત માટે ઝૂંબેશ આદરવામાં આવી હતી. તેમજ રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. તેને શહેરીજનોએ સારોએવો પ્રતિસાદ આપ્યો હતો.

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન  દ્વારા 2023-24નાં માર્ચ મહિનાની રજાઓમાં પણ ટેક્સ વિભાગની કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી. જેમાં છેલ્લા દિવસે રવિવારની રજા હોવા છતા કચેરી ખુલ્લી રાખવામાં આવતા એક દિવસમાં રૂ.3.50 કરોડની આવક થઈ હતી. આ રકમ સાથે આરએમસીની કુલ આવક રૂ. 365 કરોડ પર પહોંચી હતી. મિલકત વેરા વસૂલાતનાં ઇતિહાસમાં આ એક રેકોર્ડ છે. જોકે રૂ. 375 કરોડના લક્ષ્યાંક સામે રૂ.10 કરોડનું છેટું રહી ગયું હતું. સારી વાત એ છે કે, ચાલુ વર્ષમાં કુલ 16 હજાર 631 કરદાતાઓ વધ્યા છે. તેમજ રૂ.175.85 કરોડ ઓનલાઈન ટેક્સ ભરાયો હતો.

આરએમસીના ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  મ્યુનિ. દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં મોટા બાકીદારો પાસેથી વસૂલાત માટે આક્રમક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગ (PWD) દ્વારા દોઢ કરોડનો વેરો ભરપાઈ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની વિવિધ મિલકતો પૈકી આ વેરાની વસૂલાત થઈ હતી. કચેરી દ્વારા અંતિમ દિવસે મોટી રકમ અદા કરી દેવામાં આવી હતી. આ સહિતનાં છેલ્લા 2-3 દિવસમાં જ રૂ.6 કરોડ જેટલી વસૂલાત થઈ હતી. અગાઉના વર્ષોમાં વેરા શાખા દ્વારા છેલ્લા ત્રણ-ચાર માસ જ દોડધામ કરવામાં આવતી હતી. તેના બદલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ વર્ષે પ્રથમથી જ સ્ટાફને વેરા વસૂલાત માટે દોડતો રાખી સીલ મારવાની નોટિસ પાઠવવાની કામગીરી ચાલુ રાખી હતી. જેને લઈ આગલા વર્ષની રૂ.321 કરોડની આવક સામે આ વર્ષમાં રૂ.365 કરોડની આવક થઈ છે. ગતવર્ષે મનપામાં 3 લાખ 79 હજાર 270 નાગરિકોએ વેરો ભર્યો હતો. જેની સામે આ વર્ષે 3 લાખ 95 હજાર 531 કરદાતાઓએ વેરો ભરતા કુલ 16 હજાર 631 કરદાતાઓનો વધારો નોંધાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code