Homeગુજરાતીદેશ-વિદેશગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા 18 બાંગ્લાદેશી ગૌહાટીમાં ઝડપાયા

ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા 18 બાંગ્લાદેશી ગૌહાટીમાં ઝડપાયા

ગુવાહાટી, 08 ઓક્ટોબર 2026: આસામ પોલીસે ગુવાહાટીમાં બે અલગ-અલગ કાર્યવાહી દરમિયાન માન્ય મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરનાર 18 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા હતા. તેમાંથી 13ની બુધવારે અને 5ની મંગળવારે અટકાયત કરવામાં આવી હતી.

બાતમીના આધારે, બુધવારે શહેરની એક હોટેલમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન 13 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં ચાર મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. તેઓ બુધવારે સવારે દિલ્હીથી ગુવાહાટી પહોંચ્યા હતા અને પોતાના દેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા.

પૂછપરછ દરમિયાન તેમણે ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા 14-15 વર્ષથી શ્રીનગરના પંથાચોક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. શ્રીનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા.

એક દિવસ અગાઉ, પોલીસે ગુવાહાટી રેલવે સ્ટેશન પર મુંબઈ જતી લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસમાંથી ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ઝડપી લીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે તેઓ તમામ મેઘાલય સરહદ થઈને ભારતમાં પ્રવેશ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકોને રહેઠાણ અને મુસાફરીમાં મદદ પૂરી પાડવાના આરોપસર હોટેલના માલિક સહિત અન્ય ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અટકાયત કરાયેલી વ્યક્તિઓને દેશનિકાલ કરવાની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular