Homeગુજરાતીદેશ-વિદેશદિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન

મુંબઈ, 08 ઓક્ટોબર 2026: બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. ANI અનુસાર, નાના પાટેકર ગોવામાં તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ANI અનુસાર, ગોવામાં મણિપાલ હોસ્પિટલના વડા ડૉ. શેખર સાલકરે જણાવ્યું હતું કે સતત ૪૫ મિનિટ સુધી CPR આપવા છતાં દર્દીને બચાવી શકાયા ન હતા. આ મામલે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે નાના પાટેકરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરિવાર અને નજીકના સૂત્રો પાસેથી મળેલી આ માહિતી બાદ ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે.

થોડા સમય પહેલાં, નાના અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૬મી સીઝનના એક એપિસોડમાં પણ જોવા મળ્યા હતા. શો દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે.

ઓગસ્ટ 1999માં, નાના પાટેકર સેનાની ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’માં જોડાયા અને ‘લાઇન ઓફ કંટ્રોલ’ (LoC) પર તૈનાત થયા. તેમણે ત્યાં નોંધપાત્ર સમય વિતાવ્યો અને લશ્કરી હોસ્પિટલમાં પણ કામ કર્યું. અભિનેતાએ જણાવ્યું હતું કે શ્રીનગર પહોંચ્યા ત્યારે તેમનું વજન 76 કિલો હતું, પરંતુ સેના સાથે સમય વિતાવ્યા બાદ અને તેમના નિયમો તથા શિસ્તનું પાલન કરવાને લીધે તેમનું વજન ઘટીને 56 કિલો થઈ ગયું હતું.

આ ફિલ્મો માટે ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો

જોકે, નાના પાટેકરે સેનામાંથી પરત ફર્યા બાદ પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિનેતાને અલગ-અલગ વર્ષોમાં આ ત્રણ ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરિંદા – 1990 (શ્રેષ્ઠ સહાયક ભૂમિકા)

ક્રાંતિવીર – 1995 (શ્રેષ્ઠ અભિનેતા)

અગ્નિ સાક્ષી – 1997 (શ્રેષ્ઠ સહાયક ભૂમિકા)

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular