1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાપી હાઈવે પર કેરી ભરેલી ટ્રકે પલટી ખાધી, લોકોએ કેરીની લૂંટ ચલાવતા સર્જાયો ટ્રાફિક જામ
વાપી હાઈવે પર કેરી ભરેલી ટ્રકે પલટી ખાધી, લોકોએ કેરીની લૂંટ ચલાવતા સર્જાયો ટ્રાફિક જામ

વાપી હાઈવે પર કેરી ભરેલી ટ્રકે પલટી ખાધી, લોકોએ કેરીની લૂંટ ચલાવતા સર્જાયો ટ્રાફિક જામ

0
Social Share

વલસાડઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે સતત 24 કલાક ધમધમતો રહે છે,  હાઈવે પર અકસ્માતો પણ સર્જાતા હોય છે. દરમિયાન વાપી-વલસાડ વચ્ચે બલીઠા પાસે હાઈવે પર 12 ટન કેરી ભરેલો ટ્રક પલટી જતાં હાઈવે પર કેરીઓના ઢગલાં થયા હતાં.જેની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતાં જ કેરીઓ લેવા માટે દોટ મુકી હતી. અને લોકોએ કેરીઓની લૂંટ ચલાવી હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વલસાડના  વાપી બલીઠા હાઇવે ઉપર મુંબઈથી વલસાડ તરફ આવતો કેરી ભરેલો ટ્રક પલટી ગયો હતો. જેથી રસ્તામાં કેરીની રેલમછેલમ થઈ હતી. તેમજ અકસ્માતને પગલે વાપી-વલસાડ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.અને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મુંબઇથી ટ્રકનો ચાલક 12 ટન કેરી લઈને વલસાડ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન વાપીના બલીઠા હાઇવે ઉપર આવતા આગળ ઉભેલા કન્ટેનર આગળ અચાનક ટ્રક આવી પહોંચ્યો હતો. ટ્રક ચાલકે કન્ટેનર સાથે અકસ્માત થતા અટકાવવાનો ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રકનો અકસ્માત થતા ટ્રકમાં ભરેલી 12 ટન કેરીઓ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી. અકસ્માતની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી પણ કરી હતી. અકસ્માતની જાણ પોલીસને થતાં જિલ્લા ટ્રાફિક અને વાપી ટાઉન પોલોસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code