1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટમાં એક ગઠિયો ત્રણ બેંકના કેશિયરની આંખ સામે 50,000 સેરવી ગયો, જાણો વિગતે

રાજકોટ, 26 ફેબ્રુઆરી, 2026: રાજકોટમાં નાણા ઉચાપતનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બદમાશે એક જ દિવસમાં શહેરની ત્રણ બેંકમાંથી કેશિયરની આંખ સામે જ રૂપિયા 50,000 સેરવી લીધા અને કોઈને ખબર પણ ન પડી. મીડિયા અહેવાલ અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે, રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ બેંક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી […]

રાજકોટમાં મનમંદિર ફ્લેટ્સના ચોથા માળે આગ લાગતા માતા-પૂત્રનાં મોત

રાજકોટ, 26 ફેબ્રુઆરી 2026: શહેરના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર 8માં આવેલા  મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે ગત મધરાત બાદ આગ ફાટી વિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. આગને લીધે ફ્લેટમાં  હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાક થઇ ગઈ હતી. જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કરતા ફલેટના રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્ર ગૂંગળામણના કારણે બેભાન બન્યા હતા. […]

અમદાવાદના ઘાટલોડિયામાં પૂર ઝડપે કાર ગેટ તોડી બંગલામાં ઘૂંસી, અન્ય વાહનોને નુકસાન

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026:  શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કેકે નગર નજીક સિવિલ પાર્કમાં એક હોન્ડા સિટી કાર પૂર ઝડપે બંગલામાં ઘૂસી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂર ઝડપે બંગલાનો ગેટ તોડીને અડધી અંદર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટુવ્હીલર અને બંગલાનો દરવાજો તૂટી ગયો હતો. આ બનાવને લીધે […]

અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે નગરની પરિક્રમાએ નીકળતા રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શહેરના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો. નગરની […]

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો થયો પ્રારંભ, પરીક્ષાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે, પરીક્ષાના પ્રથમ દિવસે આજે  પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ગુલાબના ફુલ આપીને સ્વાગત કરાયું હતું. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણરીતે પરીક્ષા આપી હતી. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ […]

વિદ્યાર્થીઓ પરીક્ષાને ઉત્સવ ગણીને ચિંતામુક્ત થઈ પેપેર લખેઃ શિક્ષણમંત્રી રિવાબા

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી  રિવાબા જાડેજાએ સેક્ટર-૨૩, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે  શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર […]

ઇન્સ્ટાગ્રામ પર પણ પીએમ મોદીનો દબદબો: 10 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર દુનિયાના પ્રથમ નેતા બન્યા

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન (10 કરોડ) ફોલોઅર્સનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ તેઓ આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઐતિહાસિક મુકામ હાંસલ કરનાર દુનિયાના પ્રથમ અને એકમાત્ર નેતા બની ગયા છે. વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા બાદ, છેલ્લા એક […]

સુરતના પુણાગામની ડેરીમાંથી શંકાસ્પદ 329 કિલો પનીરનો જથ્થો પકડાયો

સુરત, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. નકલી ઘી અને પનીર બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ અને મ્યુનિના ફૂડ વિભાગે શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી ‘એ વન ડેરી ફુડસ’ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો […]

NFSUના ચોથા દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026: નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો ચોથો દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સૂર્ય કાંત, ‘મુખ્ય અતિથિ’ તરીકે આ પ્રસંગની શોભા વધારશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે ઉપસ્થિત રહેશે. NFSUના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે.એમ. […]

ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર ફાટતા ત્રણને ગંભીર ઈજા, મકાનોને પણ મોટુ નુકસાન

ભાવનગર, 25 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના મહુવા શહેરમાં લાતી બજારમાં આવેલા એક રહેણાંકના મકાનમાં આજે સવારે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. સિલિન્ડરના જોરદાર વિસ્ફોટથી આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું હતું. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રચંડ અવાજને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code